રાજકોટ શહેરમાં સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંથકને લીલુછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજીક વનીકરણ ઉતર રેંજના સહયોગથી રૈયા રોડ અમૃતપાર્ક ખાતે કરજ, કાનજી લીમડો, ગુંદા લીમડો, બોરસલી, મીઠો લીમડો, સરગવો, જામફળ, દાળમી, ગુલમ્હોર, ઉમેરો કાનજી, ગુલાબ ડોલર, લીમડો, સરગવો જેવા 1200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વન વિભાગ તૃપ્તિબેન જોશી તેમજ સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ પંથકના સેવાભાવી એવા રાજેશભાઈ ત્રિવેદી, મગેશભાઈ દેસાઈ, મેહુલભાઇ મહેતા, કનૈયાલાલ ભટ્ટ, વિપુલભાઇ ભટ્ટ, મનીષભાઇ પટેલ, દિપકભાઈ ત્રિવેદી, મનીષભાઇ ત્રિવેદી, જયેશભાઇ સંધાણી, રાહુલભાઈ સોલંકી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
Post Views: 108