તા.21મીના રવિવારે ગુરૂપૂર્ણિમાના દિવસે પૂજયશ્રી સવારે 9 થી 10
આશીર્વાદ આપશે
વૈષ્ણવાચાર્ય પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહોદયની આગામી તા.18 થી 21 જુલાઈ દરમ્યાન રાજકોટમાં મંગલ પધરામણી થઈ રહી છે. આ દરમ્યાન પૂજયશ્રીના સ્વમુખેથી હરિનામ સંકીર્તન એવમ શ્રીકૃષ્ણ ધ્યાનનો અનેરો લાભ વૈષ્ણવજનોને પ્રાપ્ત થશે. તેમજ 21 જુલાઈ 2024 રવિવાર ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે નાથધામ હવેલી ખાતે શ્રી ઠાકોરજી સમક્ષ પૂજય દ્વારા બ્રહ્મસબંધ દીક્ષા આપવામાં આવશે. ઈચ્છુક વૈષ્ણવોએ હવેલી કાર્યાલય તેમજ 93162 53423 નંબર ઉપર નોંધાવી શકાશે. વ્રજકુમારજી મહોદયને ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે મુલાકાત એવમ આશીર્વાદ મેળવવાનો સમય સવારે 9થી 10નો રહેશે. વધુ વિગત માટે મો.નં. 72269 97664 નો સંપર્ક કરવા જણાવાયું છે.
Post Views: 88