પ્રદેશ મહીલા મોરચા અધ્યક્ષ ડો.દિપીકાબેન સરડવાની સૂચના મુજબ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મ દિવસ નિમિતે વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા તથા ટિમ દ્વારા વેરાવળમાં આવેલા “સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ – ગીર સોમનાથ” માં દિવ્યાંગ બાળકોને ફ્રૂટ્સ તેમજ બિસ્કીટ્સનું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ આ દિવ્યાંગ માસુમ બાળકો સાથે સમય વિતાવી અને તેઓને પ્રોત્સાહિત કરેલ હતા અને તેમની નિર્દોષ અને કાલી ઘેલી ભાષા સાંભળી અને તેમની સાથે વાર્તાલાપ કરેલ અને આ કાર્યક્રમમાં મહિલા મોરચાના મહામંત્રી સવિતાબેન મહેતા, ભાનુબેન તોતીયા, રસીલાબેન વાઘેલા, નાથીબેન છેલાણા, આરતીબેન વણિક, કિરણબેન વઢવાણા, સ્વાતિબેન સંઘવી, પાર્વતીબેન મહેતા, નિમિતાબેન ચાવડા, ગીતાબેન ગોંડલીયા, મમતાબેન મિશ્રા, ચંદ્રિકાબેન માવધિયા, જ્યોતિબેન અપારનાથી, નિમુબેન રાવત, અજાયબેન વેગડ વિગેરે બહેનોએ હાજરી આપેલ અને ઉત્સાહ ભેર ઉજવણી કરેલ હતી.