રાજકોટઃ સ્વામિનારાયણ ગુરૂકુલ્ વેડ રોડ સુરતમાં હરિજયંતીના દિવસે હજારો હરિભક્ત મહિલા પુરૂષોએ શ્રીહરિકૃષ્ણ મહારાજનો દૂધથી અભિષેક કરેલ હતો. ભગવાનને અભિષેક કરાયેલ દૂધ બધું એકઠું કરી લેવામાં આવેલ હતું. આ ભગવત પ્રસાદિના દૂધનું ૧૫૦૦૦ પંદર હજાર ઉપરાંત ભાવિકોએ પાન કરી ધન્યતા અનુભવેલ હતી. ચાતુર્માસના પ્રારંભ પૂર્વે હરિજયંતીના દિવસે વહેલી સવારે ૫-૦૦ કલાકેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામી શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી તેમજ પ્રભુ સ્વામી વગેરે સંતોએ તથા પાર્ષદોએ યજ્ઞ નારાયણને આહૂતિઓ અર્પી હતી. આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે યજ્ઞના અગ્નિદેવ વાતાવરણને શુદ્ધ કરે છે અને ઇચ્છાઓને પૂર્ણ છે. યજ્ઞકુંડનો અગ્નિ ભગવાન યજ્ઞનારાયણનું મુખ છે. પૂર્ણાહુતિ સમયે દાસભાઇ જીયાણી વગેરે યજમાન ભક્તોને શ્રી દિવ્ય સ્વરૂપદાસજી સ્વામીએ મહંત સ્વામીશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે પુષ્પ હાર પહેરાવી શુભાશીર્વાદ આપેલ હતા.