૧૫૮ સરકારી છાત્રાલયોમાં કુલ ૧૯,૭૪૪ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
સમરસ છાત્રાલયમાં સૌથી વધુ ૧૮૨૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. રાજય સરકારે તમામ જાતિના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે રાજયમાં સરકારી છાત્રાલયો શરૂ કરાવવામાં આવ્યા છે. આ છાત્રાલયોમાં ધો-૧૧ થી લઈ પી.એચ.ડી. સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો સાથે પ્રવેશ આપવામાં આવે છે. ચાલુવર્ષે આ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માટે સમગ્ર રાજયમાંથી કુલ ૫૦,૮૪૯ અરજીઓ મળી હતી જેમાં ઓનલાઈન મેરીટ પ્રસિધ્ધી કર્યા બાદ માન્ય સંખ્યાની સામે કુલ ૧૯,૭૪૪ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તે અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ ૧૫૮ સરકારી અને સમરસ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપાવ્યો હતો.