શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમ શાળામાં પ્રવેશ ડ્રો યોજાયો : ૭૫ જગ્યા સામે ૪૦૦થી વધુ ફોર્મ આવ્યા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની નર્સરીના પ્રવેશ માટે તમામ છાત્રોને દર વર્ષની માફક પારદર્શક ડ્રો પધ્ધતીથી પ્રવેશ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં હાજર રહેલ નાની દિકરીઓના હસ્તે તમામ ચીઠ્ઠીઓ ખેંચાવામાં આવેલ હતી અને પ્રવેશ મેળવેલ દરેક વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, મુકેશભાઇ દોશી, ડો.દર્શીતાબેન શાહ, બિનાબેન આચાર્ય, કમલેશભાઇ મીરાણી, દેવાંગ દેસાઇ, નરેન્દ્રસિંહ જાડેજા, જયમીનભાઇ ઠાકર, લીલુબેન જાદવ, મનીષભાઇ રાડીયા, અશ્વીનભાઇ મોલીયા, ડો.માધવ દવે, વિક્રમભાઇ પુજારા, પ્રવિણ નિમાવત, સંગીતાબેન છાયા, અજયભાઇ પરમાર, જાગૃતિબેન ભાણવડીયા, રસિકભાઇ બદ્રકિયા, વિરમભાઇ સાંબડ, મનસુખભાઇ વેકરીયા, ઇશ્વરભાઇ જીતીયા, સુરેશભાઇ રાઘવાણી, રાજેશભાઇ માંડલીયા, જગદીશભાઇ ભોજાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.