બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, વાઇસ- ચેરમેન મુકેશ કામદાર, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન નલિન ડી.પટેલ સહિતનાઓની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અસાધારણ સભા યોજાયેલ હતી. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એનરોલમેન્ટ કમિટી દ્વારા ગુજરાત તેમજ ગુજરાત સિવાયના અન્ય રાજયોની શાળા કોલેજ માંથી અભ્યાસ કરીને આવેલ અરજદારોની માર્કશીટ વેરીફીકેશનની કરવા માટે જે તે રાજયના શિક્ષણ બોર્ડ તેમજ યુર્નિવસીટી ને મોકલવામાં આવેલ અને તે અરજદારોની માર્કશીટના વેરીફીકેશની કામગીરી દરમિયાન ૫૧ જેટલા અરજદારોની શાળા કોલેજની માર્કશીટા ખોટી (બોગસ) જણાઈ આવેલ અને એવુ જાણવા મળેલ કે ગુજરાત રાજયના જુદા- જુદા શહેરોમાં ચાલતા ખાનગી ઇન્સ્ટીટયુટમાંથી આ ૫૧ અરજદારોએ પેનકેન પ્રકારે માર્કશીટ મેળવી સ્ટેટ બાર કાઉન્સિલમાં વકીલાતની સનદ મેળવવા અરજી કરેલ છે. તેવા તમામ બોગસ માર્કશીટ રજુ કરીને વકીલાતની સનદ મેળવવા માટે અરજી કરનાર અરજદારો તેમજ તેઓએ જે ઇન્સ્ટીટ્યુટમાંથી કે કોલેજમાંથી ચેનકેન પ્રકારે બોગસ માર્કશીટ મેળવેલ છે. તે તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને સમગ્ર કાવતરાને ખુલ્લુ પાડવા માટે તંત્રને રજુઆત કરી ફોજદારી ફરીયાદ તેઓના વિરૂધ્ધ દાખલ કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરેલ. અને આ બોગસ માર્કશીટનુ કૌભાંડ ચલાવનાર કૌભાંડીઓ તેમજ ખોટી માર્કશીટની હાટડીઓ ચલાવનાર તમામ જવાબદાર સંચાલક અને તેમાં કામ કરતા કર્મચારીઓ અને જવાબદાર લોકો તેમજ તેમાં મદદ કરનાર તમામ વિરુધ્ધ જયાં સુધી સખતમાં સખત કાર્યવાહી ન થાય ત્યાં સુધી સમગ્ર ફરીયાદથી માંડીને આવા લોકો વિરૂધ્ધની કાયદેસર કાર્યવાહી પરિપુર્ણ ન થાય ત્યાં સુધી સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે પાંચ સિનીયર સભ્યો અનિલ કેલ્લા. સી.કે.પટેલ, નલિન ડી. પટેલ, કિશોરકુમાર આર.ત્રિવેદી તથા કરણસિંહ બી. વાધેલાની કમિટી રચવામાં આવેલ છે. અને આવનાર સમયમાં આ પ્રકારની ગેરરીતી બંધ કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા જરૂરી પગલા ભરવામાં આવશે.