નવાગામના યુવાનના મોત મામલે વિવાદમાં આવેલ પીઆઈ રાઠોડને મહિલા ગુના નિવારણ શાખામાં ફેંકાયા
ટ્રાફિક શાખાના એન.જી. વસાવા યુનિ.પોલીસ બી.પી.રજીયા, કુવાડવા પોલીસ મથકમાં મુકાયા: ગાંધીગ્રામનાં બી.બી.જાડેજા સાયબર ક્રાઈમ અને માલવીયાનગરનાં એમ.ડી. ગઢવીની ટ્રાફીકમાં બદલી
શહેર પોલીસમાં ઘણા પોલીસ મથકો ઈન્ચાર્જમાં ચાલતા હતા અને એકાદ પોલીસ મથકનાં થાણા અધિકારીઓ વિવાદમાં સપડાતા શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ મોડી રાત્રે પીઆઈની બદલીનો ગંજીપો ચીંપી સાત પીઆઈને અરસ-પરસ બદલી નાંખી તે નિમણુંકની જગ્યાએ હાજર થવા હુકમ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશ્નરે સાત પીઆઈની બદલી કરવામાં આવી હતી.જેમાં તાજેતરમાં જ નવાગામ યુવાનનાં મોત મામલે આરોપીને બચાવવાના વિવાદમાં આવેલા કુવાડવા રોડ પોલીસ મથકનાં પીઆઈ વીઆર રાઠોડે મહીલા ગુના નિવારણ શાખામાં બદલી કરી નાખવામાં આવેલ છે. જયારે ટ્રાફીક શાખાનાં પીઆઈ એમ.જે. વસાવાને યુનિ.પોલીસ મથક.બી.પી. રજીયાને કુવાડવા રોડ પોલીસ મથકમાં તેમજ સાયબર ક્રાઈમ પીઆઈ વિ.ડી. ગઢવીને ટ્રાફીક શાખા, ગાંધીગ્રામ સેક્ધડ પીઆઈ બી.બી. જાડેજાને સાયબર ક્રાઈમમાં મહિલા વિરોધી ગુના નિવારણ શાખાના પીઆઈ એસ.એન. રાઠોડને ટ્રાફીક શાખામાં જયારે માલવીયાનગર પોલીસ મથકનાં સેક્ધડ પીઆઈ એન.ડી. ગઢવીને ટ્રાફીક શાખામાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત બોટાદથી બદલી થઈ આવેલા પ્રોબેશનરી પીઆઈ દેસાઈને એ ડીવી.પોલીસ મથકમાં સેક્ધડ પીઆઈ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.ઉલ્લેખનીય છે કે યુનિવર્સીટી પોલીસ મથકનાં તત્કાલીન પીઆઈ એન.આઈ. રાઠોડ અગ્નિકાંડ મામલે સસ્પેન્ડ થયા બાદ ઈન્ચાર્જમાં ગાડુ ગબડાવવામાં આવતું હતું.