જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ-ગીતા મંદિરમાં અષાઢ સુદ પૂનમને રવિવાર તા.21ના સાંજે 5.30 થી 7.30 દરમ્યાન ભાવસભર વાતાવરણમાં શ્રધ્ધા ભકિત પૂર્વક ગુરૂપુર્ણિમાં મહોત્સવ ઉજવાશે.ધૂપ-દિપ અને પુષ્પોની સુવાસથી મહેકતા ગીતા વિદ્યાલયના પ્રાર્થના સત્સંગ સભા ખંડમાં ભગવદ્ગીતા અધ્યાય 12 અને 15ના સામુહિક ગીતાપાઠ થશે.આ તકે જાણીતા સૂરદાસ ભજનિક વજુભાઈ જોગેલાના સુરીલા કાંઠે ભકિતસંગીતની ભજનસંધ્યા યોજાશે.ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઈ.સ.1973 થી સંચાલિત નિ:શુલ્ક ઉનાળુ છાશકેન્દ્રના 52માં વર્ષના દાતાઓનું તથા સ્વયંસેવકોનું પારિતોષિક વિતરણ દ્વારા સન્માન થશે.ગુરૂમહિમા વિશે પ્રેરક ઉદ્બોધન થશે. ગુરૂપૂર્ણિમાં મહોત્સવમાં સહભાગી થવા સર્વે ભાવિકોને ગીતા વિદ્યાલય પરિવારે અનુરોધ કરેલ છે.
Post Views: 86