સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજના મોહરમ પર્વનો રંગેચંગે પ્રારંભ થયા બાદ સતત 10 દિવસ ઉજવણી ચાલશે. મોહરમના સમાપનનાં અંતિમ દિવસોમાં એટલે કે આજે તા.16ની સાંજે અને આવતીકાલ તા.17ની બપોરે શહેરનાં મુખ્ય રાજમાર્ગો પરથી કલાત્મક તાજિયાના જુલૂસ નિકળશે. આ માટે શહેરમાં અનેક જગ્યાએ મુસ્લિમ બિરાદરો કલાત્મક તાજિયા બનાવી રહયા છે. જાણકારોના મતે આકરી મહેનત વચ્ચે બનાવાયેલા તાજિયાને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ માટે યુવા વર્ગ, વડિલોની મદદ, માર્ગદર્શન મેળવી રહ્યા છે. રાજકોટમાં દર વર્ષે તાજિયાના ભવ્ય જુલૂસ બાદ 1થી 3 નંબરના આકર્ષક તાજિયાના ગૃપને ઇનામો આપી સન્માનવામાં આવે છે. એ સિવાય જયાં જયાં તાજિયાના ઝુલુસ નિકળે એ તમામ જાહેર માર્ગો પર સબીલ કમિટીઓ દ્વારા પ્રસાદી વિતરણનું પણ આયોજન કરવામાં આવે છે.
Post Views: 86