April 5, 2025 1:25 am

૧૫ જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસઃ બદલાતા યુગ સાથે યુવાનોનું “કૌશલ્ય વર્ધન” સમયની માગ

– વર્ષ ૨૦૨૪ની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય”
– દેશમાં “સ્કીલ ઈન્ડિયા મિશન” અંતર્ગત યુવાનોના કૌશલ્યવિકાસ માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત
– મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતમાં પણ યુવાનોના સ્કીલ અપગ્રેડશન માટે ચાલે છે અનેકવિધ પ્રકલ્પો

આદિકાળથી લઈને આજ સુધી, વિશ્વમાં બધી જગ્યાએ યુવાનોનો મહિમા કાયમ રહ્યો છે. યુવાનો એ દેશનું વર્તમાન હોય છે અને તેઓ દેશના ભવિષ્યને ઉજ્જવળ અને સોનેરી બનાવી શકે છે. પરંતુ તેના માટે યુવાનો કૌશલ્યથી ભરપૂર હોય તે જરૂરી છે. યુવાનોને કૌશલ્યવાન બનાવવાનું મહત્ત્વ વિશ્વના દેશો સમજે તથા તેને વધુ વેગ મળે તેવા હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ વર્ષ ૨૦૧૪માં ૧૫મી જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (વર્લ્ડ યૂથ સ્કીલ ડે) તરીકે જાહેર કર્યો છે. ત્યારથી વિશ્વના વિવિધ દેશમાં આ દિવસની ઉજવણી થાય છે.

વર્ષ ૨૦૨૪ના વિશ્વ યુવા કૌશલ્ય દિવસની થીમ છે “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય”. સામાન્ય રીતે આ દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વિવિધ વિશેષ ઈવેન્ટ યોજવામાં આવે છે. ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ થતા હોય છે. જે વિશ્વના બદલતા પરિદ્રશ્યમાં યુવાનોના કૌશલ્ય ઘડતરની દિશા પૂરી પાડે છે.

હાલમાં વિશ્વમાં એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નું મહત્ત્વ વધ્યું છે અને એ.આઈ.ના કારણે વિશ્વમાં માત્ર ટેક્નોલોજી જ નહીં, પરંતુ અનેક બાબતો બદલાવા જઈ રહી છે. આથી ગ્લોબલ સ્કીલ એકેડમી દ્વારા ૧૫મી જુલાઈએ “એ.આઈ.સ્કીલ ફોર ધ ફ્ચૂયર વર્ક” વિષય પર ઓનલાઈન સેશન યોજવામાં આવશે.

વર્તમાન સમય એ યુવાનોનો સમય છે. સમગ્ર વિશ્વમાં હાલમાં ભારત દેશમાં યુવાનોની સંખ્યા વધુ છે. વિશ્વ બેન્કના એક અંદાજ મુજબ, ભારતની આશરે કુલ ૧૪૦ કરોડથી વધુની વસતીમાં ૮૧ કરોડથી વધુ લોકો ૩૫ વર્ષની નીચેના છે. આમ ભારત હાલ યુવાનોનો દેશ છે. સમગ્ર વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારત દેશ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે.

દેશના યુવાનોની શક્તિને પારખતા અને તેને કૌશલ્યવાન બનાવીને વિશ્વસ્તરે ભારતની પ્રગતિમાં યુવાનોની ભાગીદારી વધારવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ જુલાઈ, ૨૦૧૫ના રોજ દેશમાં સ્કીલ ઈન્ડિયા મિશન લોન્ચ કરતાં, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરાવી હતી.

ઉપરાંત યુવાનોને વ્યાપક રીતે કૌશલ્ય વિકાસની તકો મળી રહે તે માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની રચના પણ કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ મોટી સંખ્યામાં ભારતીય યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્ય તાલીમ આપી, તેમને વધુ સારી આજીવિકા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવાનો છે. એન.એસ.ડી.સી. દ્વારા ૩ કરોડ ૪૪ લાખથી વધુ યુવાનોને વ્યાવસાયિક કૌશલ્યની તાલીમ આપવામાં આવેલી છે. ઉપરાંત પી.એમ. વિશ્વકર્મા, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, સીખો ઔર કામો, સ્પેસિફાઈ સ્કીલ વર્કર સહિતની વિવિધ યોજનાઓનો અમલ કરીને યુવાનોને લાભ પહોંચાડવામાં આવે છે.

આ ઉપરાંત વર્તમાન સમયમાં સ્કીલ ઈન્ડિયા મિશન અંતર્ગત ૭૨થી વધુ વ્યાવસાયિક કોર્સિસ ચાલે છે, જેમાં ખેતી ક્ષેત્રે એગ્રિકલ્ચર ડ્રોન ઓપરેટરથી લઈને બ્યૂટી વેલનેસથી માંડીને અનેકવિધ કોર્સિસની માહિતી ઓનલાઈન www.skillindiadigital.gov.in/courses પર ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે, ગુજરાતના યુવાનો પણ પોતાનો કૌશલ્યવિકાસ કરીને ગુજરાતને વિકસિત બનાવવા સાથે વિકસિત ભારતના મિશનમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્કીલ ડેવલમેન્ટ મિશન ચાલી રહ્યું છે. આ મિશન ગુજરાતમાં રોજગારીના દરમાં વધારો કરવા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓનું નિરિક્ષણ, સંકલન અને કન્વર્ઝન્સ માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે કામ કરે છે.

ગુજરાત રાજ્યમાં કૌશલ્ય વિકાસ તથા રોજગાર સર્જનને પ્રાધાન્ય આપવા ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે રૂપિયા ૨૬૫૯ કરોડની જોગવાઈ કરી છે. જેમાં આઈ.ટી.આઈ.ના નવા બાંધકામ તેમજ સુદ્રઢિકરણ માટે રૂપિયા ૨૯૯ કરોડ જેવી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. અદ્યતન કુશળતા પ્રદાન કરવા હયાત પાંચ મેગા આઈ.ટી.આઈ. સાથે હવે છ વધુ આઈ.ટી.આઈ.ને મેગા આઈ.ટી.આઈ.માં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે રૂપિયા ૧૮૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતના યુવાનો સેમિ કન્ડક્ટર જેવા ઊભરતા ક્ષેત્રમાં પણ પોતાના કૌશલ્ય થકી આગળ વધે તે માટે ગુજરાત સરકારે, આંતર રાષ્ટ્રીય કંપની માઈક્રોનના સહયોગથી સાણંદ ખાતે “સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટર”ની સ્થાપના કરવા રૂપિયા ૩૩ કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે.

એટલું જ નહીં, વિદ્યાર્થીઓ ભણતાં ભણતાં પણ પોતે ઈનોવેટિવ આઈડીયા થકી સ્ટાર્ટ અપ શરૂ કરીને રોજગાર સૃજન કરતા થાય તે માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી અમલમાં મુકાયેલી છે.

રાજ્ય સરકારે ૧૦ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સને મદદ કરી છે અને રાજ્યમાં રૂપિયા ૨૦૦ કરોડથી વધુની નાણાકીય સહાય સાથે રાજ્યભરમાં ૨૧૦થી વધુ કેન્દ્રો અથવા ઈન્ક્યૂબેટરનું સર્જન કર્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અનેકવિધ યોજનાઓ સાથે ગુજરાત સરકાર યુવાનોના કૌશલ્યવર્ધન માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE