આંતરરાષ્ટ્રીય બીઝનેશ સમીટ ફીઝી, નેપાળ, યુગાન્ડા સહીતના દેશોના ઉદ્યોગપતિઓ રાજકોટના મહેમાન બન્યા હતા. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ડી.જી.એફ.ટી. રાજકોટના સહયોગથી ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બી ટુ બી મીટ અને ફેકટરી વિઝીટના કાર્યક્રમો આયોજીત થયા છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જોઇન્ટ ડી.જી. એફ.ટી. રોહિત જાની, ઝામ્બિયાના હાઇ કમિશ્નર પર્સી ચાંદા, ફીઝીના કમિશ્નર જગન્નાથ સામી ઉપસ્થિત રહેલ હતા. સમિટમાં જામ્બિયા, ફીઝી, નેપાળ, ટોગો, ગીની, કોનાકરી, યુગાન્ડાના બિઝનેસમેન – વુમેન જોડાયા હતા. પ્રથમ દિવસે ઉપસ્થિત દેશો અને રાજકોટની કંપનીઓના પ્રેઝન્ટેશન અને વ્યક્તિગત મીટીંગો યોજાઇ હતી. હવે રાજકોટની ૧૫ થી ૨૦ ફેકટરીઓની મુલાકાત આ ડેલીગેશન લેશે. તેમ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગ તેજુરાની યાદીમાં જણાવાયુ છે.
Post Views: 159