રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઈન્ટરનેશનલ ફલાઈટો ઓકટોબર મહિનાથી શરૂ થઈ જશે
રાજકોટ ઈન્ટરનેશનલ એ૨પોર્ટ ખાતે નવું ટર્મીનલ આશરે ૨ મહિનામાં કાર્યરત થઈ જશે અને ૪ જેટલા એરોબ્રીજની સુવિધા પણ મળશે. આ એ૨પોર્ટના એપ્રેનની અંદ૨ ૧૪ જેટલી ફલાઈટો પાર્કિંગ થઈ શકે તેમ છે. ત્યા૨ે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય સૌરાષ્ટ્રવાસીઓના હિતને ધ્યાને લઈ તેમજ વેપાર ઉદ્યોગકારોને ધમધમતા કરવા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ ટ્રીલીયન ડોલર ઈકોનોમીને સાર્થક કરવા માટે રાજકોટ-દુબઈ, રાજકોટ સીંગાપુર મલેશીયા જેવી ઈન્ટરનેશનલ ફલાઈટો તાત્કાલીકના ધો૨ણે શરૂ ક૨વા તેમજ આવી ઈન્ટરનેશનલ ફલાઈટો માટે કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની સુવિધા પણ તાત્કાલીક ઉપલબ્ધ કરાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કેન્દ્રીય ઉડયનમંત્રી કિન્નજારપ્પુ રામમોહન નાઈડુજી, કેન્દ્રના રાજયકક્ષાના ઉડયનમંત્રી મુરલીધર મોહોલજી, સંસદ સભ્ય પરષોતમભાઈ રૂપાલાજી તથા ગુજરાત રાજયના ઉડયનમંત્રી બળવંતસિંહ રાજપુતજી સમક્ષ લેખિત ઈ-મેઈલ મારફતે માંગણી કરવામાં આવેલ હતી. જેથી કરીને ઈન્ટરનેશનલ ફલાઈટો વ્હેલીતકે શરૂ થઈ શકે. વધુમાં આ બાબતે પ્રમુખ વી.પી. વૈષ્ણવએ સંસદ સભ્ય પરષોતમભાઈ રૂપાલાજી તથા એ૨પોર્ટ ડાયરેકટર દિગંતા બોહરાજી સાથે પણ ટેલિફોનીક સઘન ચર્ચા ક૨ેલ હતી જેના ફળ સ્વરૂપે આગામી ઓકટોબર માસથી રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂ થઈ જશે