યુનિ. રોડ જૈન સંઘ શ્રી સુમતિનાથ જિનાલયના આંગણે યુગ દિવાકર પૂ. ધર્મસૂરિ સમુદાયના સાધ્વીજી શ્રી દિવ્યાશ્રીજી મ. પૂ. સ્નેહલયશાશ્રીજી મ. પૂ. સા. શ્રી નીલરત્નાશ્રીજી મ. પૂ. સા.શ્રી શીતધર્માશ્રીજી મ.પૂ. સી. શ્રી તીર્થમાલશ્રીજી મ. આદિ ઠાણા 5નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ આજે થયો છે. સવારે બાવન જિનાલયથી ચાતુર્માસ પ્રવેશ યાત્રાનો પ્રારંભ થઇને રામ પાર્ક મેઇન રોડ પર આવેલ દેરાસરમાં પૂર્ણ થયો. પૂ. સાધ્વીજી ભગવંતે માંગલિક ફરમાવેલ ત્યાબાદ નવકારશીનું આયોજન કરવામાં આવેલ હતું. સંઘ પ્રમુખ અનીષભાઇ વાધર, ઉમેશ શેઠ, પ્રકાશ કોઠારી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
Post Views: 160