બાગાયતી ખેતીના પાકો માટે સંશોધન અને આધુનિક પદ્ધતિઓનું તાલીમ કેન્દ્રની સાવરકુંડલાને ભેટ
સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં ૧૦ કરોડના ખર્ચે બાગાયતી પાકો માટે ના જિલ્લા કક્ષાએ ના સેન્ટર ઓફ એકસેલેન્સની સ્થાપના થશે
મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના ખેડૂત લક્ષી નિર્ણયને વધાવતા ધારાસભ્ય મહેશ કસવાળા
સાંસદ સહિત તમામ ધારાસભ્યોએ માન મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીનો આભાર માન્યો
સાવરકુંડલા
બાગાયતી પાકો ક્ષેત્રીય પાકો કરતા વધુ નફાકારક હોવાથી ગુજરાત રાજ્યમાં બાગાયતી પાકો તરફ ખેડૂતો વધુ રુચિ રાખી રહ્યા હોય ત્યારે વધતી વસ્તી અને પોષણશમ આહારો માટે બાગાયતી પાકો નું ઉત્પાદન અતિ જરૂરી બન્યું હોય ત્યારે ભાજપની રાજ્ય સરકાર દ્વારા બાગાયતી વિકાસ માટે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં રાજ્યભરમાં નવી આધુનિક પદ્ધતિઓ દ્વારા બાગાયતી ખેતી તાલીમ કેન્દ્રની સ્થાપનામાં અમરેલી જિલ્લાને મહત્વ આપ્યું છે આખા રાજ્યમાં માત્ર 4 નવા આધુનિક બાગાયતી તાલીમ કેન્દ્રો ગાંધીનગર, દાહોદ, બનાસકાંઠા અને અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ઝીંઝુડામાં ૧૦ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એકસેલેન્સની મંજુરી મળતા ધારાસભ્ય મહેશ કસવાળાએ વિકાસની નવી કેડી કંડારીને અમરેલી જિલ્લાના ખેડૂતો બાગાયતી પાકોમાં અગ્રેસર બને તેવા આધુનિક ઉપકરણો સાથેના ૧૦ કરોડ ના ખર્ચે સંપૂર્ણ મહેકમ સાથેના સેન્ટર ઓફ એકસેલેન્સ ની મંજુરી મળતા જિલ્લાભરના ખેડૂતોએ કસવાળાની કુનેહની કદરદાન થઈ ગઈ હોવાનું સત્વ અટલ ધારા કાર્યલાયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાની અખબારી યાદીમાં જણાવ્યું છે.