શિવભકત પ્રતાપગિરિનું દશનામ શિરોમણીથી કરાયું બહુમાન
દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ-રાજકોટ દ્વારા પરિવાર પરીચય મિલન-2024 કાર્યક્રમ હેમુગઢવી ઓડીટોરિયમ રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં અનેકો હાઈલી એજયુકેટેડ યુવાનો, યુવતિઓએ પોતાના જીવનસાથીની પસંદગી કરી હતી. સમારોહનાં અધ્યક્ષ સ્થાને ઉદ્યોગપતિ પ્રેમગિરિ દેવગિરિ રાજકોટ, પ્રમુખ સ્થાને અમદાવાદનાં સફળ ઉદ્યોગપતિ હરેશભારથીજી, ઉપાધ્યક્ષ પદે કેળવણીકારી મનસુખપુરીજી ભાવનગર અને ધર્મેન્દ્રગિરી અમરેલી તથા કૃષ્ણગિરી લિંબડી વ્યકિત વિશેષ પદે ઉપસ્થિત રહેલ હતા. પોતાની ઉત્તમ સમાજસેવાને બિરદાવતા પરમ શિવભકત અને ધર્મયોગી પ્રતાપગિરિ ગોંડલનું દશનામ શિરોમણી સમાજ-2024થી સન્માન કરાયું હતું તથા સેવાને બિરદાવતા કૈ.વા.મહેન્દ્રગિરી ભાવનગર કૈ.વા.અમૃતગિરી જુનાગઢ તથા કૈ.વા. કૈલાશપુરી રાજકોટને મરણોપરાંત દશનામ વિરલવિભુતિ સન્માન 2024 અર્પણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિલેશપુરી ગોસ્વામીનાં માર્ગદર્શન હેઠળ ગિરીશપુરી અમુલગિરી મહેશપુરી, દેવાંગગિરી, રાજનગિરી, કલ્પેશગિરી, સાગરગિરી તથા કલ્પનાબેન, શિલ્પાબેન ગીતાબેન, સરોજબેન, પલ્લવીબેન, તેજલબેન, શ્રધ્ધાંબેન, ઉર્વશીબેન, દિપ્તીબેન, પ્રજ્ઞાબેન, રવિશાબેન, વગેરેની ટીમે જહેમત ઉઠાવી હતી.