રાજકોટમાં વિવિધ વિષયો સાથે અલગ અલગ નાટકો છેલ્લા ઘણા સમયથી ભજવાઈ રહ્યા છે અને એ દૌરને આગળ ધપાવી 21 જુલાઈના ભજવાશે વિશ્વપ્રસિદ્ધ બંગાળી લેખક બાદલ સરકારનું નાટક પગલા ઘોડા અને એ પણ ગુજરાતીમાં નાટકનું આયોજન અને નિર્માણ વી.ડ્રામેટીક્સ તેમજ ટેલેન્ટ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જાણીતા નાટ્ય કલાકાર હસન મલેક દ્વારા આ સદબહાર બંગાળી નાટકને ગુજરાતીમાં રુપાંતરિત કરવામાં આવ્યું છે. કલાકારોની વાત કરીએ તો દિયા મહેતા,અમિત વાઘેલા, વૃંદા નથવાણી, હુસેન પોપટિયા, સાક્ષી લાલસેતા, ભાવિતા જેઠવા,હર્ષવર્ધન કડેલ, શુભમ ભટ્ટ, ઓમ ભટ્ટ, અભિષેક દીક્ષિત, અને હાર્દિક આસોડિયા મંચ પર અભિનયના ઓજસ પાથરશે. આ નાટક હેમુ ગઢવી નાટ્ય ગૃહના મિની ઓડીટોરિયમ ખાતે 21જુલાઈ રવિવાર, રાત્રે 9:30 ભજવાવાનું છે અને ટિકિટ બુકિંગ માટે 77779 09648 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
Post Views: 160