રાજકોટની આશુતોષ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ દ્વારા તા.17 ને બુધવારે મહિલાઓ માટે હાડકાની ઘનતા માપવાનો નિ:શુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો છે એમ હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શનાબેન પંડયાએ જણાવાયુ છે. ડો. દર્શના પંડયાના જણાવ્યા અનુસાર, મહિલાઓમાં હાડકાને લગતી વિવિધ તકલીફો જોવા મળતી હોય છે એમા મોટાભાગે હાડકાને લગતી તકલીફો હોય છે. હોસ્પિટલ ખાતે તા. 17 ને બુધવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી તમામ મહિલાઓના હાડકાની ઘનતા માપવાના વિનામુલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દરેક મહિલાઓને બોન મિનરલ ડેન્સીટી (બી.એમ.ડી.) ટેસ્ટ વિનામુલ્યે કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. લાભ લેવા માગતા મહિલાઓ આશુતોષ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ,કોટેચા નગર મેઈન રોડ, કોટેચા ગર્લ્સ સ્કુલ સામે, રાજકોટ ખાતે પોતાના નામ નોંધાવાના રહેશે.