ડો. એન.ડી. શીલુના માર્ગદર્શન હેઠળ આજે હેમુગઢવી હોલ ખાતે “માધવ મુદિતા” પુસ્તિકાનું લોકાર્પણ, વેબસાઈટનું લોન્ચિંગ સહિતના કાર્યક્રમોની વણઝાર
માધવ શરાફી સહકારી મંડળી લી. આજ સુધી “ડોક્ટરોની મંડળી” તરીકે ખ્યાત હતી હવે “શ્રેષ્ઠ ભેટ આપતી મંડળી” તરીકે પ્રખ્યાત છે. માધવ શરાફી સહકારી મંડળી જરૂરીયાત વાળા સભાસદો માટે સરળ અને ઝડપી ધિરાણ, થાપણદારો માટે આકર્ષક વ્યાજ દર, કોઈપણ જાતના પ્રોસેસીંગ ચાર્જ વગર માત્ર 10% ના વ્યાજ દરથી રૂ. 5 લાખ સુધીનું સોના ધિરાણ (ગોલ્ડ લોન). દર વર્ષે ગૃહ ઉપયોગી વિકલ્પો સાથેની વાર્ષિક સભાસદ ભેટ, સભાસદોના અચલ વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. માધવ શરાફી સહકારી મંડળી તેની પારદર્શિતા અને અનુશાસન બધ્ધ વહીવટ માટે સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સભાસદોના સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલ માધવના સભાસદો, કર્મચારીઓ, ડિરેક્ટર્સ તથા શાખાઓના વ્યવસ્થાપક મંડળ એક પરિવારની ભાવનાથી ઝળહળતા 25 વર્ષ પૂરા કરી 26 માં વર્ષેમાં પ્રવેશે છે. માધવના 26માં સ્થાપના દિન નિમિતે ચતુર્વિદ કાર્યક્રમોનું આયોજન ડો. એન.ડી. શીલુના માર્ગદર્શન હેઠળ તા.15 જુલાઈને સોમવારે રાત્રે હેમુગઢવી હોલ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાસ્યસભર કોમેડી નાટક બોસ તારી બીક છે. બાકી બધુ ઠીક છે. સાથો સાથ “માધવ મુદિતા” ના નામની અભૂતપૂર્વે પુસ્તિકામાં 26 સનાતન સુકિતઓ અને શ્લોકોનું આલેખન ગિરીશ ચૌહાણની ચિત્રો પ્રદર્શની સાથેની પુસ્તિકાનું લોકાર્પણ કરવામાં આવશે. માધવની ઓનલાઈન સેવાઓ તથા ઈતિહાસને ઉજાગર કરતી માહિતી આપતી નિખીલ ઉપાધ્યાય દ્વારા તૈયાર થયેલ વેબસાઈટનું લોકાર્પણ આમંત્રીત મહેમાનોની હાજરીમાં કરાશે. તદ્પરાંત માધવ શરાફી સહકારી મંડળી સાથે સ્થાપના કાળથી જોડાયેલા ડો. કમલસિંહ ડોડીયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે નિયુક્તિ થતા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. એન.ડી. શીલુ (એમ.ડી), ડો. પ્રકાશ મોઢા (ચેરમેન), ડો. કેતન બાવીશી (વાઈસ ચેરમેન), ડો.અશ્વીન સાવલીયા, ડો. કમલ ડોડીયા, ડો. તત્સ જોષી, ગિરીશભાઈ ગોરીયા, તેજશભાઈ પંડયા, ભાસ્કરભાઈ રાજયગુરૂ, જયંતીભાઈ રાજકોટીયા, મહેશભાઈ શીલુ, ડો. મિતાબેન ઓઝા, કલ્પનાબેન શુકલ, ચંદ્રેશભાઈ કાપડીયા (જનરલ મેનેજર), આશુતોષભાઈ શીલુ (સી.ઈ.ઓ.), જયવિરસિંહ ઝાલા, વિજય પુરોહીત, વિરેન્દ્ર ચોહાણ, વિવેકભાઈ શીલુ સહિતના કર્મચારીઓ અને ડીરેકટરો જહેમત ઉઠાવી રહ્યાં છે.