રાજકોટની જીનિયસ સ્કૂલમાં ઈન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહ સાથે જોડાયા હતા. એક સારા નેતા કે લીડર તરીકે શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક કે સાંસ્કૃતિક પ્રવૃતિઓને ટીમવર્કના આધારે, તમામ નિયમોને અનુસરીને સફળતા પૂર્વક પાર પાડવાના ગુણોનો વિકાસ કરવા માટે ઈન્વેસ્ટિચર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્વેસ્ટિચર સમારોહ દરમિયાન, શ્રેષ્ઠ નેતૃત્વ કૌશલ્ય અને અનુકરણીય વર્તણૂક દર્શાવનારા વિદ્યાર્થીઓને સહાધ્યાયીઓ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા થકી પ્રીફેકટસ, હાઉસ કેપ્ટન, હેડ બોય કે અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓને તેમની સંબંધિત ભૂમિકાઓ અને જવાબદારીઓ સાથે બેજ અને સેશેસ આપવામાં આવ્યા હતા.
Post Views: 128