ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરનાં આર્થિક સહયોગથી ઓમકારા આર્ટસનાં ગૌતમ જોશી દ્વારા છંદ, ભજન, દુહા અને લોક સાહિત્યનો એક અનોખો કાર્યક્રમ “આવકારો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની પરિકલ્પના, વિભાવના તેમજ સંચાલન ગુણવંત ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. લોક સાહિત્યકાર રાજુભાઈ ગઢવી અને લોક ગાયક સંદિપ પ્રજાપતિએ આ કાર્યક્રમમાં લોક સાહિત્ય પીરસીને બધાને તરબોળ કર્યા હતા. આ સાથે હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાએ બધાને હાસ્ય રસ પીરસીને આનંદ કરાવ્યો હતો.
Post Views: 159