રાજકોટમાં આવેલા મોટામવાના ટીપી સ્કીમ નં.૧૦ના સર્વે નં.૫૦ પૈકીના ૧/૨ ઓપી નં.૭૨ના એબીસીમાં સીતારામ પાર્ક સોસાયટી આવેલી છે. આ સૂચિત સોસાયટીમાં અંદાજે અઢી દસકથી કેટલાય લોકો વસવાટ કરી રહ્યાં છે, વેપારીઓ ધંધો-રોજગાર જમાવી બેઠા છે. હવે આ કરોડોની જમીન ફરી એકવાર વિવાદમાં આવી ચર્ચાના ચગડોળે ચઢી રહી છે.
કારણ છે, જે રીતે આનંદનગર અને દૂધની ડેરીની પાસે આવેલા હાઉસિંગ બોર્ડના મકલતોની જમીન પર રાજકીય નેતાઓનો દાનત બગડી છે તે રીતે સીતારામ પાર્ક સોસાયટીની કરોડો જમીન મામલે પણ રાજકીય નેતાઓની મેલી મુરાદ ચરમસીમાએ પોંથી રહી છે. વર્ષો જૂના આ આખાય પ્રકરણમાં રાજકીય નેતાઓ સાથે મળી સ્થાનિક તંત્રના અમુક અધિકારીઓ પણ પોતાના હાય, કાળા કરી ચૂક્યા છે.
આ તકે રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને કથિત દાવાઓ કરતા જમીન માલિકોની સ્વાર્થવૃત્તિથી સીતારામ સોસાયટીમાં વસવાટ તેમજ વેલો- રોજગાર કરતા નાના-મધ્યમ માણસોને સુરક્ષિત કરવા જરૂરી જણાય રહ્યા છે. ખાસ કરીને સીતારામ સોસાયટીની વિવાદાસ્પદ જમીન હડપ કરવા કેટલાય સમયથી ધમપછાડા કરી રહેલા ભૂમાફિયાઓને ભો ભેગા કરવા આવશ્યક બન્યા છે. ‘ભારત હેડલાઈન’ શહેરના મોટામવામાં આવેલી બિનખેતી થયા વિનાની ખાનગી માલિકીની જમીન પર ઉભી થઈ ગયેલી કહેવાતી સૂચિત સોસાયટીનું સત્ય બહાર લાવવા કટિબદ્ધ છે. સીતારામ પાર્ક સોસાયટીની જગ્યામાં સરકારી
અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી સૂચિત
સોસાયટી કાયદેસર કરવા માંગ કરી હતી. વળી કોરોના
આવતા આ વાત કોરણે ચડી ગઈ હતી. કોરોનાકાળ હળવો
થતા અને રાજ્યમાં રૂપાણી સરકારની જગ્યાએ પટેલ સરકાર
આવતા આજથી એકાદ વર્ષ પૂર્વે મે-૨૦૨૩માં ટીપી શાખા
લાણા સીતારામ સોસાયટીના ૧૫૦ જેટલા મકાનધારકોને રહેણાંક ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.
પરંતુ રાજકીય નેતા, મંત્રી અને ધાર્મિક સંસ્થાના વડાની મોટામવામાં આવેલી સીતારામ સોસાયટીની જગ્યા પર એક જ રાજકીય પત્રના અલગલગ જૂથ પોતાનું વાર જમાવવા મેદાને પડયા છે. અધૂરામાં પૂરું આ જ જગ્યા પર અન્ય એક રાજકીય પક્ષના પૂર્વ ધારાશામાનું કુલમુખ્યત્યારનામું છે.
મોટા માથાઓની જગ્યા હરપ કરી લેવાની હરિફાઈ વચ્ચે ભૂતકાળમાં જ્યારે-જ્યારે સરકારી તંત્ર દ્વારા સીતારામ સોસાયટીના રહીશોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી છે ત્યારે-ત્ય રાજકીય નેતા, મંત્રી અને ધાર્મિક સંસ્થાના વડાએ તંત્ર- સરકાર પર દબાણ લાવીને ભીનું સૌલવાનો પ્રયત્ન કર્યો છે. એવું કહેવાય રહ્યું છે કે, સીતારામ સોસાયટીની વ્યા પર સત્તા પલના જ એક રાજકીય નેતા, મંત્રી અભી પામિક સંસ્થાના વડાની મેલી નજર રહેલી છે. જતે ખાવા ન મળે તો ઢોળી નાખવું પણ બીજાના મોઢે ન આવવા દેવું એવી વૃત્તિ ધરાવતા રાજકીય આગેવાનો અને તેમનો હાવો બનેલા અધિકારીઓ સમગ્ર મામલે ક્યાં પ્રકારે કાયદા-નિયમને થોળીને પી ગયા છે તેનો અંદાજો બા પ્રકરણમાં ઊંડા ઉતરશું ત્યારે આવશે.
ચોપડે ટીપી સ્કીમમાં આવાસ યોજનાનો પ્લોટ બતાવવામાં આવ્યો છે. કેટલાક લોકો આ જગ્યા પોતાની હોવાનો દાવો કરે છે તો કેટલાક લોકો આ જગ્યા સૂચિત હોવાનું જણાવે છે. જો ભૂતકાળની વાત કરીએ તો આજથી પાંચ વર્ષ પૂર્વે ૨૧ જાન્યુઆરી-૨૦૧૯ના રોજ અહીંના લોકોને જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. એ સમયે સોસાયટીના રહેવાસી-વેપારીઓએ રૂડા, કલેક્ટર કચેરી
ભલાપણથી બધુ જ અટકાવી દેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, હાલ સીતારામ સોસાયટીનો મામલો કલેક્ટર તંત્રમાં પહોચ્યો છે, દિવાની મેટર બની ચૂક્યો છે ણ મૂળ બાબત એ છે કે, નાનામવા વિસ્તારમાં આવેલી આ બિવખેતીની ખાનગી જગ્યાની કિંમત કરોડોમાં છે.
કહેવાતી સુભિત જગ્યાના જે-તે સમયે દસ્તાવેજથી લઈ ફુલપુખ્યા ત્યારનામા પણ થઈ ચૂક્યા હોવાનું જાણવા મળે છે. અલબત્ત એક કુલમુખ્યત્યારનામામાં તો પૂર્વ ધારાસભ્યનું નામ ચોપડે નોંધાયેલું છે. વર્ષોથી વિવાદો વચ્ચે ઘેરાયેલી અને સોનાની લગડી કરતાંય કિંમતી આ જમીનમાં મોટા માથાઓને પગ જમાવી મસમોટા કોમર્શિયલ-રેસિડેન્શિયલ પ્રોજેકટ ખડકી અબજો રૂપિયા કટકટાવી લેવા છે પણ આ બધામાં સીતારામ સોસાયટીમાં છેલ્લા ૨૫-૨૫ વર્ષથી રહેતા સામાન્ય માણસોનું શું? ક્યાં પ્રકારે રાજકીય પળ, સરકારી તંત્રના દુરુપયોગ દ્વારા નાનામવા વિસ્તારમાં આવેલી સીતારામ પાર્ક સોસાયટીમાં ગોટાળાઓ ઉભા કરી