બુધવારે શેરબજાર રેકોર્ડ હાઈથી ૧૦૦૦ પોઈન્ટથી વધુ લપસી ગયું હતું. જેના કારણે રોકાણકારોને બે કલાકથી પણ ઓછા સમયમાં 5.88 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. જાણકારોના મતે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.
બુધવારે સવારે શેર બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. તે એક જ ક્ષણ હતી જ્યારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ત્યાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. લગભગ 105 મિનિટમાં સેન્સેક્સમાં 1000થી વધુનો ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટીમાં 300 અંકોથી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન રોકાણકારોને ૫.૮૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ અને નિફ્ટીનું ઓવરવેલ્યુએશન, જૂન ક્વાર્ટરમાં કંપનીઓની કમાણીમાં મંદી અને ફેડના વ્યાજદરમાં કાપ મૂકવાના સંકેત નહીં મળવાના કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદથી સેન્સેક્સ અને નિફ્ટીમાં 9 જુલાઈ સુધી 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. આંકડા પરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સેન્સેક્સ અને નિફ્ટીમાં કેવા કેવા આંકડા જોવા મળી રહ્યા છે.
સેન્સેક્સમાં મોટો ઘટાડો
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં આજે મોટો ઘટાડો જોવાને મળી રહ્યો છે. સેન્સેક્સ ખુલ્યો ત્યારે શેરબજાર 52 સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. ડેટા અનુસાર સેન્સેક્સ 80,481.36 પોઇન્ટ સાથે ખુલ્યો અને એક નવો લાઇફટાઇમ રેકોર્ડ બન્યો. ત્યાર બાદ સેન્સેક્સમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને 11 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1,045.6 પોઇન્ટ તૂટીને દિવસના નીચલા સ્તરે 79,435.76 પોઇન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. આમ જોવા જઈએ તો સેન્સેક્સ એક દિવસ પહેલા 80,351.64 પોઈન્ટ સાથે રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો.
નિફ્ટીમાં પણ કડાકો
તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી રેકોર્ડ સ્તરથી 1.30 ટકા ઘટ્યા છે. આંકડા અનુસાર નિફ્ટી બુધવારે 24,459.85 પોઇન્ટ પર ખુલ્યો હતો અને થોડા સમય બાદ જ 24,461.05 પોઇન્ટની લાઇફટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો. તેમાં 319.25 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 24,141.80 પોઇન્ટના નીચલા સ્તરે આવી ગયો હતો. બાય ધ વે, એક દિવસ પહેલા નિફ્ટી 24,433.20 પોઇન્ટ સાથે રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં નિફ્ટીમાં ઓવરસેલિંગ જોવા મળ્યું છે. જેના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
એક મહિનામાં 5 ટકાનો ઉછાળો
નરેન્દ્ર મોદીએ નવમી જૂને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 10 જૂનથી લઈને 9 જુલાઈ સુધી સેન્સેક્સ અને નિફ્ટીમાં 5 ટકાનો વધારો જોવાને મળ્યો છે. છેલ્લા એક મહિનામાં નિફ્ટીમાં 1,174 પોઇન્ટ એટલે કે 5 ટકાનો ઉછાળો નોંધાયો છે. તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 3,861.56 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે. જાણકારોના મતે બજેટ જાહેર થાય ત્યાં સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 5 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.
રોકાણકારોને મોટું નુકસાન
આજે શેરબજાર ખુલતાની સાથે જ અને સેન્સેક્સ રેકોર્ડ સ્તરે પહોંચતા જ બીએસઈનું માર્કેટ કેપ રેકોર્ડ 4,52,67,778.76 કરોડ રૂપિયા પર આવી ગયું હતું. તેના 105 મિનિટની અંદર એટલે કે સવારે 11 વાગ્યે સેન્સેક્સ દિવસના નીચલા સ્તર પર આવી ગયો, ત્યારબાદ માર્કેટ કેપ ઘટીને 4,46,79,667.56 કરોડ રૂપિયા પર આવી ગયું. એટલે કે બીએસઈના માર્કેટ કેપમાં 105 મિનિટની અંદર 5,88,111.2 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પણ રોકાણકારોનું મોટું નુકસાન છે.
કયા શેરોમાં ઘટાડો
બુધવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 6.51 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હિન્ડાલ્કોના શેર 2.20 ટકા તૂટીને કારોબાર કરી રહ્યા છે. ટાટા સ્ટીલ, ટીસીએસ અને એચસીએલ ટેકના શેરમાં દોઢ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ એચડીએફસી બેન્કના શેરમાં 0.59 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog