મનપા દ્વારા તુરંત સીલ મારવાની કાર્યવાહી રોકવા રજૂઆત : મ્યુ. કમિશનરને સીલીંગ મુદ્દે આપાયું આવેદન : કાફે, બેન્કેવટ હોલ, પાર્ટી પ્લોટ, કેટરીંગ સહિતના એસો. જોડાયા
રાજકોટ શહરેના હોટલ એસો., કેટરીંગ એસો., મંડપ એસો., પાર્ટી પ્લોટ એસોસીએશન વગેરે દ્વારા મનપાની સીલીંગ પ્રક્રિયા વિરૂધ્ધ ધંધા રોજગાર બંધ રાખી પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિવિધ એસોસીએશનની મીટીંગો યોજાઇ હતી. જેમાં સાંજે ૪ કલાકે રેસકોર્ષથી શરૂ કરી મનપા કચેરી સુધી વિશાળ રેલી સ્વરૂપે મ્યુ. કમિશનરને આવેદન પણ આપવામાં આવ્યું હતું. જેમાં વિવિધ એસોસીએશનને પડતી મુશ્કેલી અંગે રજુઆત કરવામાં આવી છે. વિવિધ એસોસીએશન દ્વારા મ્યુ. કમિશનરને હાલ ચાલી રહેલ સીલીંગ પ્રક્રિયા બંધ કરવા અને સીલ મારેલ એકમોને ખોલી આપવા મુખ્ય રજુઆત કરાઇ હતી. ઉપરાંત તમામ એસોસીએશનનો ફાયર સેફટી માટે તમામ વસ્તુઓ કરવા તૈયાર છે. પણ અમને યોગ્ય માર્ગદર્શન ન મળતુ હોવાનું પણ એસોસીએશન હોદ્દેદારોએ જણાવ્યું હતું. માર્ગદર્શન ન મળવાથી અમને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. સીલ મારવાથી અમારા તથા સ્ટાફના ભરણપોષણમાં પણ અડચણ આવી રહી છે. અમારે તમામ ફાયર સેફટીની વસ્તુઓ કરવી છે પણ કંઇ રીતે કરવાની તે અંગે માર્ગદર્શન નથી મળતું.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog