એક સપ્તાહ ભાદરા રહેશે, ત્યારબાદ બોચાસણ મુકામે સંતો, ભકતોને દર્શનનો લાભ આપશે, તેઓના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાં પર્વ ઉજવાશે
બી.એ.પી.એસ. સંસ્થાના વર્તમાન ગુરુ ૫.પૂ. મહંતસ્વામી મહારાજ છેલ્લા ૨૬ દિવસથી ૧ રાજકોટ શહેરના ભક્તોને આધ્યાત્મિક ભક્તિરસમાં તરબોળ કરીને આજે સવારે ૧૦:૩૦ વાગ્યે રાજકોટથી વિદાય થયા હતા. રાજકોટ મંદિરના તમામ સંતો અને પુરુષ મહિલા કાર્યકરો તેમજ ભક્તોએ તેઓને ભાવભીની વિદાય આપી હતી. રાજકોટથી હવે તેઓનું વિચરણ આવનાર ૭ દિવસ એટલે કે તા.૧૮ જુલાઈ, ગુરુવાર સુધી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ભાદરા ખાતે રહેશે. ત્યારબાદ તેઓ બોચાસણ મુકામે બિરાજી સંતો ભક્તોને દર્શન અને આશીર્વચનનો લાભ આપશે. ગુરુપૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ પણ તેઓની ઉપસ્થિતિમાં બોચાસણ મુકામે યોજાશે. રાજકોટ શહેરમાં ૨૬ દિવસના રોકાણ દરમિયાન પ.પૂ.મહંતસ્વામી મહારાજે સંતો અને ભક્તોને આશીર્વચન દ્વારા સત્સંગનું અમુલ્ય ભાથુ બાંધી આપ્યું હતું.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog