અધિક્ષકની ઓફિસ માંથી વધારાના સ્ટાફને બીજી કામગીરીમાં જોડાઇ જવા કર્યો આદેશ
ઇમર્જન્સીથી માંડી તમામ વોર્ડમાં ચેકીંગ કર્યું : દર્દીઓની સારવાર સુવિધાને પ્રાધાન્ય આપવા પર ભાર મુક્યો : નિયમ મુજબ ડીનની જેમ પોતાને પણ અર્ટીગા કાર જ આપવા અને ઇનોવા પરત લઇ લેવા સુચન કર્યુ : સિક્યુરીટી ટીમને ખાસ સુચના આપી
રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં તબિબી અધિક્ષક તરીકે ડો. મોનાલી માકડીયા ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન લેવાનું શરૂ કર્યું છે. દર્દીઓની સારવાર અને સુવિધાને જ પ્રાધાન્ય મળે તે માટે પોતે સતત કાર્યરત રહેશે તેવું પહેલા જ સ્પષ્ટ કરી દેનારા ડો. મોનાલી માકડીયાએ પોતાની ઓફિસથી જ સુધારાની શરૂઆત કરી છે. અહિ દરવાજો ખોલવા માટે અગાઉ ગાર્ડ રખાયો હતો તેને દૂર કરાવી અન્ય જરૂરી જગ્યાએ મુકવાની સુચના આપી હતી. ઓફિસની અંદર પીએ તરીકે બેસતાં કર્મચારીઓને પણ અન્ય કામગીરી સોંપી દીધી છે. પોતે દરવાજો જાતે જ ખોલી લેશે તેમ જણાવી સાદગી દાખવી હતી અને ઠાઠમાઠની જરૂર જ નહિ હોવાનું સ્પષ્ટ કહ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ પ્રોટોકોલમાં મેડિકલ કોલેજના ડીન અને સુપ્રિન્ટેન્ડેન્ટની પોસ્ટ એક કેડરની જ હોવાથી બંનેને અર્ટિગા કાર સરકારી નિયમ મુજબ ફાળવવામાં આવે છે. પણ અગાઉના અધિક્ષક ઇનોવાનો ઉપયોગ કરતાં હતાં. ડો. માકડીયાએ ઇનોવાને બદલે નિયમ મુજબ અર્ટીગા કાર જ ફાળવવા સુચના આપી હતી.
આ ઉપરાંત તબિબી અધિક્ષકની ચેમ્બર ખાતે અગાઉ દરવાજો ખોલવા ખાસ ગાર્ડ રખાયા હતાં તેને પણ ડો. મોનાલી માકડીયાએ દૂર કરાવી બીજા જરૂરી સ્થળે કામગીરી સોંપવા સુચના આપી હતી. તબિબી અધિક્ષકનો ચાર્જ સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયેલા ડો. મોનાલી માકડીયાએ ઇમર્જન્સી વોર્ડ, મેડિસિન વિભાગ, ઓપીડીમાં ઓચીંતા વિઝીટ લીધી હતી અને તમામ સ્ટાફને કડક સૂચનાઓ આપી હતી અને નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. કોઈ સાધનો ન પાલન કરવું કે વસ્તુની જરૂરિયાત હોઈ તો ઓફિસમાં લેખિતમાં આપી જણાવી દેવા સુચન કર્યું હતું.
આ ઉપરાંત દર્દીઓની સારવારને લઈ વોર્ડ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું પાડયું હતું. એટલુ જ નહિ તેમની સરપ્રાઇઝ વિઝીટ દરમિયાન ફોટોગ્રાફી કરવાની પણ આ કામ સંભાળતા કર્મચારીને સ્પષ્ટ ના કહી દીધી હતી. તબિબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા છે માટે દરરોજ દર્દીઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે. દર્દીઓને હોસ્પિટલમાં કેવી સુવિધા મળવી જોઇએ તે સહિતની હકિકતથી તેઓ વાકેફ હોઇ તેનો લાભ દર્દીઓને મળશે એ ચોક્કસ છે. સિક્યુરીટી ટીમ સાથે પણ તેમણે બેઠક યોજી હતી અને તબિબો નર્સિંગ સ્ટાફની ફરજમાં કોઇપણ વ્યક્તિ દ્વારા ખલેલ ન પહોંચે તે માટે સતત સતર્ક રહેવા અને આઇકાર્ડ ચેક કર્યા વગર સ્ટાફને પણ વોર્ડમાં એન્ટ્રી ન આપવા સુચનો કર્યા હતાં.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog