September 20, 2024 3:21 pm

મારુતી મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ભકિતનગર પોલીસ

પોલીસ ઇન્સપેકટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયા નાઓએ રાહબરી હેઠળ તેમજ પોલીસ ઇન્સપેકટર એસ.ડી.ગીલવા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ ભક્તિનગર પો. સ્ટે પો.સબ ઇન્સ એમ એન.વસાવા નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશનન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ પુષ્પરાજસિંહ ગોહિલ નાઓને બાતમી મળેલ કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હાલે પટેલનગર રાજારામ મંદીરની સામે આવેલ બગીયામાં બેસેલ છે જેની પાસે જુના મોબાઇલ છે પરપ્રાંતીય મજુરોને વેચવા આવેલ છે અને તેની પાસેના મોબાઇલ તેણે ચોરી કરીને કે છેતરપીંડી કરીને મેળવેલ છે તેવી સચોટ હકિકત મળતા હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા હકીકત મુજબનો ઇસમ મળી આવતા મજકુર ઇસમને ચેક કરતા તેની પાસેથી આઠ એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતા મજકુર ઇસમ પાસે આઠેય મોબાઇલના બીલ આધાર પુરાવા માંગતા મજકુરેએ પોતાની પાસે નહિ હોવાનું જણાવી અને ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી બાળકિશોરને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિતપુર્વક પુછપરછ કરતા સદરહું બાળકિશોરએ તેમજ અન્ય એક બાળકિશોરએ ભેગા મળી આજથી ચાર દિવસ પહેલા લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ મોબાઈલ રીપેરીંગની દુકાન પર ચડીને પતરા તોડી દુકાનમાં ઉતરીને તેમાંથી રીપેરીંગમાં આવેલ મોબાઇલોની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા જે બનાવ બાબતે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં ૧૧૨૦૮૦૫૨૨૪૦૪૦૩/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી બાળકિશોર પાસેથી મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર બાળકિશોર પાસેથી રીકવર થયેલ મુદામાલ.

( ૧)લેનોવા કંપનીનો K8+ મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ ૨૨૦૦/-

(૨) MI કંપનીનો નોટ 8 મોડેલનો મોબાઇલ ફોન કી.રૂ ૪૦૦૦/-

(3) સેમસંગ કંપનીનો 34+મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ ૨૫૦૦/-

(૪) સેમસંગ કંપનીનો ગેલેક્ષી A8+ મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ ૫૦૦૦/-

(૫) સેમસંગ કંપનીનો NOTE 5 મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ ૨૫૦૦/-

(5) સેમસંગ કંપનીનો J2 મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ ૧૫૦૦/-

(૭) સેમસંગ કંપનીનો A50 S મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ ૧૨૦૦

(૮)સેમસંગ કંપનીનો A30 S મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ ૮૦૦/-

આમ આઠ મોબાઇલ કી રૂ.૧૯,૭૦૦/ નો મુદામાલ ગુનાના કામે કબ્જે કરેલ છે.

આ કામગીરી કરનાર અધી./કર્મચારીઓ:-

આ કામગીરીમાં સર્વેલન્સ પો.સબ ઇન્સ એમ.એન.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો હતા.

(એમ.એમ.સરવૈયા)

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE