શિક્ષણ ક્ષેત્રે પારદર્શક વહીવટનો દાવો કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૫ વર્ષથી ઇન્ચાર્જ ફુલપતિથી વહીવટ ચલાવાય છે. કાયમી કુલપતિ કેમ મળતા નથી? કોની રાહ જોવાય છે? તેવા સવાલો સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના સ્થાપક ટ્રસ્ટી અને માનદ ચેરમેન યશવંતભાઇ જનાણીએ ઉઠાવ્યા છે. તેઓએ એક યાદીમાં જણાવ્યુ છે કે, એક સર્ચ કમીટીની રચના કરી હોય તો બીજી સર્ચ કમીટીની ઉપરા ઉપરી બેઠક બોલાવી ગુજરાત સરકાર માટે કાયમી કુલપતિ પદ ભરવા ક્ષમતા છે. ત્યારે આશ્ચર્ય એ વાતે છે કે ગુજરાત સરકાર રાતોરાત સીન્ડીકેટ અને એકેડમીક કાઉન્સિલને વિખેરી શકતી હોય તો આ પદ ભરવા કોની રાહ જોવાય છે? નવી શિક્ષણનીતિમાં સીન્ડીકેટ અથવા એજયુકેટીવ કાઉન્સીલની રચના કરવા ચુંટણી ન થાય તેવો કોઇ નિર્દેશ નથી. રાજય સરકારે તેનો નિર્ણય બદલી સીન્ડીકેટ હોય કે એજયુકેટીવ કાઉન્સીલ હોય તેની ચુંટણી તાત્કાલીક જાહેર કરવી જોઇએ. હાલની પરિસ્થિતિ જોતા યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર હોય કે પરીક્ષા નિયામક બધું ઇન્ચાર્જથી ચાલે છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog