પૂ. મહંત સ્વામીના રાજકોટ રોકાણની અંતિમ સભામાં સતપુરૂષ દિનની ઉજવણી : વિદાય સભામાં ભકતો બન્યા ભાવ વિભોર
રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અંતિમ વિદાય સભા સત્પુરુષ દિન તરીકે ઉજવવામાં આવી હતી. ‘નહિ દઉ જાવા રે, નાથ તમને.’ ભક્તિસભર ભાવના સાથે અંતિમ દિને પ.પૂ.મહંતસ્વામી મહારાજના રાજકોટ રોકાણના અંતિમ પૂજાદર્શન માટે સેંકડોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ ઉપસ્થિત રહ્યાં હતા. પ.પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વચનો આપતા જણાવ્યું હતું કે, ‘સ્વભાવ કેમ જાય, પોતાને ખટકો હોઈ તો જાય, પણ ખટકો એવો રહેતો નથી. બીજો ઉપાય શિક્ષા કરે તો જાય. મોટાનું નાના અપમાન કરે તો સહન કરવું, ખમવું એ જ ઐશ્વર્ય. જતું કરવું એજ પ્રતાપ. સત્પુરુષને જેવા અક્ષરધામમાં છે એવા અહી સમજાય તો આનંદ આનંદ થાય. આપણે માનીએ છીએ કે આપણે સમજી ગયા છીએ પણ અઘરું છે. દેહ અને આત્મા જુદા માનવા એજ સાધના છે. સાયંસભામાં ‘સત્પુરુષ દિન’ની ઉજવણી અંતર્ગત પ.પૂ.મહંતસ્વામી મહારાજના સેવક સંતોએ વિશિષ્ટ પ્રસંગોની સ્મળતિઓ કરી હતી. ત્યારબાદ બાળકો અને યુવાનો દ્વારા સ્વામીશ્રી રાજકોટમાં જ સદાય માટે રહે એ અંતર્ગત સંવાદની પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં સ્વામીશ્રીને પ્રિય એવા બાળકો તેમને રાજકોટમાં જ રોકવાના ઉપાયો શોધતા હતા, જેનો ઉત્તર અને ઉપાય બંને રાજકોટ મંદિરના જ જુદા જુદા સંતો દ્વારા, સ્વામીશ્રીની રાજકોટ રોકાણ દરમ્યાનની સ્મળતિઓ સાથે આપવામાં આવ્યા. પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પ.પૂ.મહંતસ્વામી મહારાજ સાથે પ્રશ્નોતરી કરી હતી જેમાં સ્વામીશ્રીએ સત્સંગમાં સત્પુરુષનું સાનિધ્ય અખંડ રહે તે માટે આજ્ઞાપાલન, ભક્તિ અને નિષ્ઠા દ્રઢ રાખવા અંગે માર્ગદર્શન આપી આશીર્વચન પાઠવ્યા હતા. વિદાય સભા નિમિતે સ્વામીશ્રી સમક્ષ કરી હતી અને કલાત્મક હાર પહેરાવીને વિદા
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog