વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની NDA સરકાર આ મહીને પૂર્ણ બજેટ રજૂ કરશે. આ વખતે દેશમાં ગઠબંધનની સરકાર બની છે, તો લોકોને તેને લાભ થવાની આશા છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સરકાર આ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM.JAY) અને આયુષ્માન ભારત યોજના અંગે કંઈ મોટું એલાન કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર આયુષ્માન ભારત યોજના હેઠળ કવરેજ લિમિટને ૫ લાખથી વધારવાનો વિચાર કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે NDA સરકાર આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની સંખ્યા અને વીમા રકમ બંનેને વધારવા પર વિચાર કરી રહી છે. તેમાં સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે, યોજના હેઠળ લાભાર્થીઓને મળતી કવરેજ લિમિટને ૫ લાખથી વધારીને ૧૦ લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારી છે.
અહેવાલ પ્રમાણે NDA સરકાર આગામી ત્રણ વર્ષમાં તેની મુખ્ય આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવા પર વિચાર કરી રહી છે. જો સરકાર આગામી ત્રણ વર્ષમાં AB-PMJAY હેઠળ લાભાર્થીઓની સંખ્યાને વધારીને બમણી કરવાનું એલાન કરે તો દેશની બે તૃતીયાંશથી વધુ વસ્તીને આરોગ્ય કવર મળી શકશે. અહેવાલમાં સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ મામલે એટલા માટે વિચારણા કરી રહી છે કારણ કે સારવાર પર થતો જંગી ખર્ચ પરિવારોને દેવાની જાળમાં ધકેલવાનું સૌથી મોટા કારણમાંથી એક છે. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને સરકાર આયુષ્માન યોજનાના કવરેજની રાશિની લિમિટને વર્તમાન ૫ લાખથી વધારીને ૧૦ લાખ કરવાના પ્રસ્તાવને અંતિમ રૂપ આપવા પર પણ વિચારણા કરી રહી છે.
સરકારી તિજોરી પર વધશે બોજ કેન્દ્ર સરકાર આ મહિને સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે અને તેના માટે તારીખ ૨૩ જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ બજેટમાં આ પ્રસ્તાવો અથવા તેના કેટલાક ભાગો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. અહેવાલ પ્રમાણે જો આ પ્રસ્તાવોને મંજૂરી મળી જાય તો પછીનેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલા અંદાજ પ્રમાણે સરકારી તિજોરી પર દર વર્ષે ૧૨,૦૭૬ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. અન્ય એક સૂત્રએ કહ્યું કે ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો સહિત આ યોજના હેઠળ લગભગ ૪-૫ કરોડ વધુ લાભાર્થી સામેલ થશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog