પોલીસ ઇન્સપેકટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયા નાઓએ રાહબરી હેઠળ તેમજ પોલીસ ઇન્સપેકટર એસ.ડી.ગીલવા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ પો.સબ ઇન્સ એમ.એન.વસાવા તથા પોલીસ સ્ટેશનના માણસો આજરોજ તા:- ૦૮/૦૭/૨૦૨૪ ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ દિલીપભાઇ બોરીચા અને પો.કોન્સ. વિશાલભાઇ દવે ને બાતમી હકીકત મળેલ ભકિતનગર પો.સ્ટે ના પ્રોહીબીશનના ગુન્હામાં ઘણા સમયથી નાસતા ફરતો આરોપી વિજય અશોકભાઇ આત્રેસા હાલે તેના ઘર પાસે હશનવાડી શેરી નં ૭/૮ ના કોર્નર પાસે ઉભેલ છે જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ આવતા મજકુર ઇસમ મળી આવતા મજકુર ઇસમને પકડી પાડી ભકિતનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૦૧૨૨/૨૦૨૪ પ્રોહીબીશન એકટ કલમ ૬૫એએ ૧૧૬બી ના ગુન્હામાં છેલ્લા ચાર મહીનાથી નાસતો ફરતો હોય જેથી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
Post Views: 109