એક હોટલ, પાંચ ચાની હોટલ, એક પંચરની કેબીન, ચાર પાનની કેબીન, પાંચ સીઝન સ્ટોર, એક બોક્સ ક્રિકેટ જેમાં 6 સિમેન્ટની પાકી પીચ, એક કાર વોશ સેંન્ટરનું કરાયું ડિમોલીસન
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીસન કરીને જગ્યાઓ દબાણ મુક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર પૂર્વ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાની જમીન સર્વે નં. ૫૩/૨ પૈકી ૩ ની શ્રી સરકાર થયેલી યુ.એલ.સી.ની ફાજલ થયેલી કુલ ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીનની કિંમતી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કુલ ૧૫ કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જગ્યામાં એક હોટલ, પાંચ ચાની હોટલ, એક પંચરની કેબીન, ચાર પાનની કેબીન, પાંચ સીઝન સ્ટોર, એક બોક્સ ક્રિકેટ જેમાં 6 સિમેન્ટની પાકી પીચ, એક કાર વોશ સેંન્ટરનું ડિમોલીસન કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ ૫૦ કરોડની કિંમતની ૨૨,૫૬૧ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. આ તકે રાજકોટ શહેર (પૂર્વ) મામલતદાર એસ.જે. ચાવડા એ કહ્યું કે, આ જગ્યાના દબાણ કર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અન અધિકૃત કબ્જો ખાલી કરવા ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ ના થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.
ડિમોલીસન સમયે સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, નાયબ મામલતદાર સરફરાઝ મલેક, તલાટી ધારાબેન વ્યાસ, રેવન્યુ વિભાગના કર્મચારીઓ, પોલીસ, ફાયર અને પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog