ભારતીયો બન્યા સાંસદ એન્જેલા રેનરને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે, બ્રિટનના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે કોઈ મહિલા નાયબ વડાપ્રધાન બની હોય ભારત હેડલાઈન, તા.૭ બ્રિટનમાં કિઅર સ્ટારમરની કેબિનેટમાં ૨૫ મંત્રીઓમાં ૧૧ મહિલાઓનો સમાવેશ કરાયો છે. એમાં ભારતીય મૂળના લીસા નંદીને સંસ્કૃતિ મંત્રી બનાવવામાં આવ્યા છે. તે વિગનમાંથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે.
બ્રિટનની નવી સરકારમાં એન્જેલા રેનરને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. બ્રિટનના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે કોઈ મહિલા નાયબ વડાપ્રધાન બની હોય. રશેલ રીવસને દેશની પ્રથમ મહિલા ચાન્સેલર ઓફ ધ એક્સચેકર બનાવવામાં આવી છે. થવેટ કૂપરને ગૃહપ્રધાન, ડેવિડ લેમીને વિદેશ પ્રધાન અને જોન હેલીને સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા છે. બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને મોટી જીત મળી છે. ચૂંટણી દરમિયાન, કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક ઉત્તરી ઈંગ્લેન્ડમાંથી પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા છે. તેમણે યોર્કશાયરમાં રિચમન્ડ અને નોર્થલર્ટન મતવિસ્તાર જીત મેળવી છે.
બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય મૂળના રેકોર્ડ ૨૬ સાંસદોએ જીત કન્ઝર્વેટિવ અશ્વિર સંધાને હરાવ્યા હતા. ગુજરાતી મૂળના કન્ઝર્વેટિવ સાંસદ પ્રીતિ પટેલે વિથય, એસેસથી જીત મેળવી છે. કન્ઝર્વેટિવ નેતા શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ સીટ પરથી જીત મેળવી છે. અહીં તેની સ્પર્ધા અન્ય ભારતીય મૂળના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ સાથે હતી. ગગન મોહિન્દ્રા સાઉથ વેસ્ટ હર્ટફોર્ડશાયરમાં જીત્યા છે. કન્ઝર્વેટિવ સાંસદ સુએલા બ્રેવરમેને ફેરહેમ અને વોટરલૂવિલ મતવિસ્તારમાં સતત ચોથી વખત જીત મેળવી છે. મેળવી છે. તે પાંચ વર્ષ પહેલા ૧૫ થી વધુ છે. સુનક ઉપરાંત જેઓ જીત્યા તેમાંથી ૨૦ લેબર પાર્ટીના છે જ્યારે પાંચ ડેમોક્રેટિક પાર્ટીના છે. સીમા મલ્હોત્રા લેબર પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી. ચોથી ટર્મ માટે હેલ્થમ અને હેસ્ટન મતવિસ્તારમાંથી જીત મેળવી છે. લેબર પાર્ટી તરફથી તનમનજીત સિંહ ઘેસીએ જીત મેળવી છે.
લેબર પાર્ટી તરફથી નવેન્દુ મિશ્રાએ સ્ટોકપોર્ટ સીટ પર જીત મેળવી હતી. બ્રિટનની પ્રથમ મહિલા શીખ સાંસદ પ્રીત કૌર ગિલે બર્મિંગહામમાં સંસદમાં ચૂંટાયેલા અન્ય ભારતીય મૂળના સાંસદોમાં જસ અથવાલ (ઈલફોર્ડ સાઉથ), ભગ્ગી શંકર (ડર્બી સાઉથ), સતવીર કૌર (સાઉથહેમ્પટન ટેસ્ટ), હરપ્રીત ઉપ્પલ (હડર્સફિલ્ડ), વરિન્દર જસ (વોલ્વરહેમ્પટન વેસ્ટ), ગુરિન્દર જોસન (સ્મથવિક)નો સમાવેશ થાય છે. કનિષ્ક નારાયણ (વેલ ઓફ ગ્લેમોર્ગન), સોનિયા કુમાર (ડડલી), સુરીના ભેકનબ્રિજ (વોહવરહેમ્પટન નોર્થ ઈસ્ટ), કિરીથ એન્ટવિસલ (બોલ્ટન નોર્થ ઈસ્ટ), જીવુન સંધર (લોહબોરો) અને સોજન જોસેફ (એશફોર્ડ).
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog