દોઢ વર્ષના માસુમને નાશ મશીનમાં નાખવાની દવા ઇન્જેક્શન મારફત અપાતા મોત થયું હોવાનો આક્ષેપ : લાડકવાયા પુત્રના મોતથી પરિવારમાં સિવિલ હોસ્પિટલના તંત્ર સામે રોષ સાથે કલ્પાંત છવાયો
સતત વિવાદોમાં રહેતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદિત બનાવ બન્યો છે. અહીંની ઝનાના હોસ્પિટલમાં બાળકનું મોત થયું હતું. જેમાં ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ થયો છે. જેથી પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈનકાર કરી દેતા હોસ્પિટલમાં તંત્રના અધિકારી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. બિહારી પરિવાર ગોંડલ પાસેના કારખાનામાં રહે છે અને ત્યાં જ મજૂરી કરે છે, લાડકવાયા પુત્રના મોતથી પરિવારમાં સિવિલ હોસ્પિટલના તંત્ર સામે રોષ સાથે કલ્પાંત છવાયો હતો. મૃતક રાજ કુશવાહ એક માસથી સારવાર હેઠળ હતો, તે સ્વસ્થ થઈ ગયો હોવાનું જણાવી ડોકટરે શનિવારે રજા આપી દેશે તેમ કહ્યું હતું, તે પહેલા જ તબિયત લથડી હતી. દોઢ વર્ષના માસુમને નાશ મશીનમાં નાખવાની દવા ઇન્જેક્શન મારફત અપાતા મોત થયું હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે મળતી વિગત મુજબ, મૂળ બિહારના વતની બીરેન્દ્રભાઈ કુશવાહા તેની પત્ની સોનમ કુમારી અને બે પુત્રો સાથે ગોંડલ નજીકના એક લોખંડના કારખાનમાં આવેલી ઓરડીમાં રહે છે. અને 8 વર્ષથી ત્યાં વેલ્ડિંગ કામ કરવાની નોકરી કરે છે. બીરેન્દ્ર કુશવાહાને સંતાનમાં બે દીકરા, જેમાં મોટો પુત્ર પાંચ વર્ષનો છે. જ્યારે નાનો પુત્ર રાજ દોઢ વર્ષનો હતો. ગયા મહિનાની શરૂઆતમાં જ રાજની તબિયત લથડી હતી. તેને ગોંડલની શ્રી રામ સાર્વજનિક ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના તબીબી રિપોર્ટ થતા ટી.બી. નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ડોક્ટરોની સલાહથી તા.4 જુનના રોજ રાજને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. અહીં મહિનાથી તેની સારવાર ચાલુ હતી. પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ, તા.4 જુલાઈએ ડોકટરે જણાવ્યું હતું કે, રાજનો તબિયત સારી છે તેને 5 જુલાઈના રોજ રજા મળી જશે તેમ લાગે છે.
જોકે ડોકટર અને નર્સ સહિતનો સ્ટાફ ઇન્જેક્શન મારવા આવ્યો હતો. પછી હસતો-રમતો, ખીલ ખીલાટ કરતો રાજ અચાનક બેભાન જેવો થઈ ગયો હતો. તબિયત લથડતા ડોક્ટરો દોડી આવ્યા હતા. રાજને સામાન્ય વોર્ડ માંથી વેલ્ટીનેટર ઉપર મુકવામાં આવેલ હતો. પરિવારે કહ્યું કે, અમે વિરોધ કર્યો હતો છતાં ઈન્જેશન માર્યું હતું. જે ઇન્જેક્શન માર્યું તે નાસ લેવાના મશીનમાં નાખવાનું હતું. પણ નર્સ સહિતના સ્ટાફે બેદરકારી દાખવી બાળકને સીધું જ ઇન્જેશન સિરીઝ ભરી પગમાં માર્યું હતું. ડોક્ટરોની ટીમે આવી સારવાર આપી હતી પણ આજે સવારે 6 વાગ્યા આસપાસ ઝનાના હોસ્પિટલના છઠ્ઠા માળે બાળકે સારવારમાં જ દમ તોડી દીધો હતો. મૃતકના પિતા બીરેન્દ્ર કુમારે જણાવ્યું કે, જ્યાં સુધી અપરાધી મારી સામે નહીં આવે, અને કાનૂની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પીએમ પણ કરવામાં નહીં આવે અને મૃતદેહ પણ અમે સ્વીકારીશું નહીં. અમારા બાળકને ઇન્જેક્શન માર્યા બાદ નર્સ અને તેનો સ્ટાફ ગાયબ થઈ ગયા હતા. નામ પૂછવા છતાં નામ પણ કહેતા નહોતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog