આકાઓ દ્વારા સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી તંત્રની આંખમાં ધૂળ નાંખી કરોડો રૂપિયાની કમાણી કરી લેવાઈ. પંથકમાં ભૂમાફિયાઓ બેફામ બન્યાં સૂચિતના દસ્તાવેજો કરી આપનાર આકાઓ દ્વારા આચરાયેલા કૌભાડનું કલેકટર પાસે કોકડું આવતા વિગતો ખુલી.
જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા પ્લોટ ધારકો દ્વારા માંગ કરાઈ
જમીન કૌભાંડ મામલે રાજય સરકાર એકશન મોડમાં આવ્યા બાદ કલેક્ટરો સસ્પેન્ડ થઈ રહ્યા છે. જેમ કે રાજકોટમાં સેવા આપી ચુકેલ કલેકટર પ્રદીપ શર્મા, ગાંધીનગરના પુર્વ કલેક્ટર એસ.કે. લાંગા, સુરત કલેટરર કે. રાજેશ, હાલમાં સુરતના ડુમસમાં કરવામાં આવેલ જમીન કૌભાંડને લઈ આયુષ ઓકને પણ ગયા મહિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ તાલુકાનાં મોટામવાની ગામની રેવન્યુ સર્વે નં .૫૦ પૈકી૧ /૧ જમીનમાં લાંબા સમયથી સીતારામ પાર્ક કો.ઓપરેટીવ સોસાયટીના સભ્યોનો બાંધકામ ભોગવટો કબ્જો હોવા ઉપરાત જે તે સમયના વાંધાદારે વાંધા રજુ કરતા જે-તે સમયની કલેક્ટરના તાબા હેઠળની કોર્ટ નોંધ નથી લીધી. તેમજ સવાલવાળી જમીન બાબતે સીતારામ સોસાયટીના સભ્યોને ભાંધકામ એલ.આર.સી.-૬૬નો ભંગ કર્યા બદલ દંડને પાત્ર છે. તેમજ આ મુદ્દે લેન્ડ રેવન્યુ કોડ કલમ -૬૬ હેઠળ દંડનીય કાર્યવાહી કર્યા નોંધ પ્રમાણિત કરવામાં આવે તો લે.રે.કો.ક -૬૬ હેઠળ સરકારને લાખો રૂપિયાનું નુકશાન થાય તેવુ છે અને હાલની કાર્યવાહીમાં સરકારને પણ મોટું નાણાકીય હિત સમાયેલ હોવાથી સરકારના નાણાકીય હિતની કાયદાકીય અને અગત્યનું નોંધ જે-તે સમયની તાબાની કોર્ટે ધ્યાને લીધેલ ન હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના મોટા મવા વિસ્તારમાં બિનખેતી કર્યા વગર સૂચિત સોસાયટીઓ ઊભી કરી દઈ મકાન પ્લોટના સૂચિતના
દસ્તાવેજો કરી વેંચી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી તંત્રની આંખમાં ધૂળ નાંખી કરોડો રૂપિયાની કમાણી કરનાર ભૂમાફિયાઓ કોણ કોણ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કલેકટર પાસે કોકડું આવતા વિગતો ખુલવા પામી હતી ત્યારે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે. રાજકોટમાં ગેમઝોનના અગ્નિકાંડ બાદ તમામ વિભાગના અધિકારીઓ સતર્ક બન્યાં છે. રાજકોટ તાલુકાના મોટામવા ગામાના રેવન્યુ સર્વે નં. ૫૦ પૈકી ૧/૧ ની જમીન હેકટર ૧-૨૫-૩૩નો તકરારી કેસ રાજકોટ કલેકટર પ્રભવ જોષીની કોર્ટમાં ચાલી જતાં મોટી ગંભીર ક્ષતિઓ બહાર આવી હોવાનું સામે આવ્યુ છે.
મોટામવા હાલ રાજકોટ શહેરમાં સમાવિષ્ટ થઈ ગયેલ છે. આ જમીન ૧-૨૫-૩૩ ચો.મી. ઉપર સુચિત સીતારામ પાર્ક કો.ઓ.હા.સોસાયટી લી.ના સભ્યોએ બાંધકામ સાથે બહુ લાંબા સમયથી આ ભૂમાફિયાઓ પાસે અંધારામાં રહી કબ્જો મેળવેલ છે. અને એમના દસ્તાવેજો પણ કરેલ છે.
પ્લોટ ધારકોને જ્યારે ખબર પડી કે આતો બિન કાયદેસર પ્લોટીંગ છે ત્યારે પસ્તાવો થવા પામ્યો હતો. જે સરકારી રેકર્ડ પર ઉપર હોવા છતાં નાયબ કલેક્ટર સીટી પ્રાંત-૨ની કોર્ટએ ધ્યાને લીધેલ નથી, તેવું બહાર આવ્યુ છે. પ્લોટ ધારકોની પરિસ્થિતિ મૂંઝવણ અંગે તંત્ર આવા ભૂમાફિયાઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ઘરે તો પ્લોટ ધારકોને ન્યાય મળે એમ છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog