યુવાનોમાં વધતા પ્રેમલગ્નના ચલણને મહાભારતના પ્રસંગ સાથે સરખાવી પ્રેમલગ્નની સાચી વ્યાખ્યા દર્શાવવા કરાશે પ્રયાસ
રાજકોટની નાટ્યપ્રેમી જનતા માટે ટીમ નાટ્યમ અને શેર વિથ સ્માઈલ એનજીઓએ ગત વર્ષે ઓક્ટોબર માસમાં ‘ધર્મગાથા’ નાટક સફળતા પૂર્વક રજુ કરવામાં આવ્યું હતું જેમાં મહાભારતના પ્રસંગો રજૂ કરી સમાજની હાલની સમસ્યાઓ મુજબ માનસિક તણાવ અને તેનો ઉકેલ આપણા સાંસ્કૃતિક ગ્રંથોમાંથી જ મળી શકે છે તે વાત નું પ્રમાણ પૂરું પાડ્યું હતું. આ પ્રથમ ચરણને મળેલ બહોળા પ્રતિસાદ બાદ ફરી એક વખત આગામી 7 જુલાઈ 2024ના રોજ, હેમુ ગઢવી હોલ ખાતે ધર્મગાથા – દ્વિતીય ચરણ રજૂ કરવા જઈ રહ્યું છે. જેમાં પ્રથમ ચરણના પ્રસંગો સાથે આજની પેઢી ને જાણવા, શીખવા અને સમજવા લાયક પ્રસંગો ઉમેરી, બહુ ઓછા સાંભળ્યા કે વાચ્યા હોઈ તેવા પ્રસંગોનો સમાવેશ કરી નાટ્યકલાના નવા યુગ ને ફરી ઉજાગર કરવામાં આવનાર છે. રાજકોટમાં ‘ટીમ નાટ્યમ’ અને ‘શેર વિથ સ્માઈલ’ NGO દ્વારા નાટ્યકલાને ફરી એક નવી રાહ બતાવવાના પ્રયાસથી ટીમ નાટ્યમના યુવાનો દ્વારા ધર્મગ્રંથો આધારે નાટકો રજૂ કરવાનો નિર્ણય લીધો છે. ‘ધર્મગાથા – નાટ્યકલાનો નવો યુગ’ એ એક એવો નાટ્ય પ્રોજેક્ટ છે, જેમાં મહાભારત જેવા ધર્મગ્રંથોના એવા પ્રસંગો પેશ કરવામાં આવી રહ્યો છે જેના ઉલ્લેખ વધુ ન થતા તે સમાજના મોટા વર્ગ સુધી પહોંચવામાં અસફળ રહ્યા છે. ‘ધર્મગાથા’ આગામી 7 જુલાઈ, 2024 અને રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે હેમુગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં પ્રોફેશનલ કલાકારો નો સમાવેશ રહેશે અને રાજકોટના નામી અનામી લોકો મહેમાન સ્વરૂપે પધારી આ નાટકની શોભા વધારશે. આ નાટકના ડિરેક્ટર દેવર્ષિ હરેશભાઇ પંડ્યા, કોડીરેક્ટર દુર્ગેશસિંહ જાડેજા, ક્રિએટિવ ડિરેક્ટર હર્ષ પંડ્યા અને લેખિકા હીના યાજ્ઞિક સાથે રાજકોટના 15 થી 20 નામી કલાકારો દ્વારા આ નાટક ભજવવામાં આવનાર છે, જેનો મૂળ ઉદ્દેશ સમાજમાં ધર્મ રક્ષણ અને ગીતા જ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. નાટક લગતી કોઈ પણ પ્રકારની માહિતી અથવા પાસ મેળવવા માટે તમે ટિમ નાટ્યમના દેવર્ષિ હરેશભાઇ પંડ્યા મો.નં. 98989 66513 અને હર્ષ પંડ્યા મો.નં. 63533 78371 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog