20 ફૂટ લાંબા, 12 ફૂટ પહોળા અને શિખર સાથે 20 ફૂટ ઊંચા, ફૂલોથી સુશોભિત તેમજ લાઈટોથી રોશનગાર ભવ્ય રથમાં સાડા ત્રણ ફૂટ લંબાઈ અને પહોળાઈના ભગવાન જગન્નાથજી, ભાઈ બલદેવજી અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે, રથના પૈડાં 7 ફુટના
શહેરીજનોને પ્રસાદ રૂપે વહેંચણી માટે 5000 કિલો બુંદી તૈયાર
રવિવારે 07 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે જગન્નાથ રથયાત્રા છે. શહેર માં ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવશે. આ વર્ષે રથયાત્રાને લઇને રાજકોટવાસીઓ માં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉજવણીની તૈયારીના ભાગ રૂપે મંદિરને આકર્ષક લાઈટથી શણગારવામાં આવેલ છે. ભગવાનના રથને ફૂલોની લારથી શણગારવામાં આવશે અને રાત્રે ભગવાનના રથ પર દર્શન સારી રીતે થઇ શકે એ હેતુથી રથને વિશેષ લાઈટ દ્વારા રોશનીયુક્ત કરવામાં આવશે. રથયાત્રા જયારે શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય ત્યારે શહેરીજનોને પ્રસાદના ભાગ રૂપે બુંદીનું વિતરણ કરવા માટે 5000 કિલો બુંદી તૈયાર કરવામાં આવેલ છે જે બુંદીના આશરે 80 હજાર પેકેટ ભક્તો તેમજ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવશે અને આ 80 હજાર બુંદીના પેકેટનું વિતરણ શહેરના રાજમાર્ગો પર રથ ના દર્શન કરતા દર્શનાર્થીઓમાં કરવામાં આવશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog