આવતીકાલે તા.૦૭ ૦૭ ૨૦૨૪ના રોજ અષાઢી બીજ પર્વ નીમીતે રાજકોટ શહેર ખાતે ભગવાનશ્રી જગન્નાથજી, બલભદ્રજી અને શુભદ્રાજીની રથયાત્રા નીકળનાર છે. તેમજ આજ દિવસે શહેર વિસ્તારમાં અન્ય નાના મોટા કુલ નવ ધાર્મીક સરઘસો શોભાયાત્રા પણ નીકળનાર છે
મુખ્ય રથયાત્રામાં ત્રણ રથ જોડાનાર છે. અને આશરે 50 જેટલા વાહનો અને આશરે ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા ભાવીકો જોડાનાર છે. તેમજ આશરે એક લાખથી વધુ લોકો રથયાત્રા નિહાળશે.રથયાત્રા નો રૂટ રર કીલોમીટર નો રહેશે
રથયાત્રાના પસાર થવાના રૂટમાં આવતી મહત્વની અને સ્ટેટીક જગ્યાએ ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ પર પોલીસના જવાનોને બાયનો કયુલર અને વોકીટોકી સાથે બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે
રથયાત્રા પસાર થવાના રૂટ ઉપર ટ્રાફિક નિયમન અર્થે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ સતત ખડેપગે રહેશે
રથયાત્રા પસાર થવાના રૂટમાં પોલીસ અધિકારી તથા પોલીસ કર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજજ રહેશે
રથયાત્રાના રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર, ગીચ વિસ્તાર તથા સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના હોય તેવા સ્થળો ખાતે સી.સી .ટી.વી. તથા વિડીયોગ્રાફરો દ્વારા સર્વેલન્સ રાખવામાં આવશે
કોઇપણ મુશ્કેલ પરીસ્થિતીને પહોંચી વળવા વોટર કેનન અને ટીયર ગેસ માટેના વરૂણ અને વજ્ર નામના અત્યાધુનીક વાહનો બંદોબસ્તમાં સામેલ રહેશે. રથયાત્રાના દિવસે ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. પેરોલ ફર્લોની ટીમો તેમજ શી-ટીમ સતત પેટ્રોલીંગમાં હાજર રહેશે
રથયાત્રામાં કોઇ વિઘ્ન ઉભુ-મુશ્કેલી ન થાય તે માટે અસામાજીક તત્વો ઉપર યાપતી નજર રાખવા એસ.ઓ.જી તેમજ સ્પેશ્યલ બ્રાન્ચના વોયર્સ સતત કાર્યરત રહેશે
*સોશ્યલ મીડીયા પર ચાપતી નજર રાખવા સાયબર સેલની નિષ્ણાત ટીમો સતત કાર્યરત રહેશે અને તમામ વાયરલ થતા વિડીયો અને તેના કન્ટેન્ટ ઉપર નજર રાખશે*
કુલ ૧૦ રથયાત્રા શોભાયાત્રાને અનુલક્ષીને સુરક્ષાની દ્રષ્ટિએ રાજકોટ શહેરમાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ 06 IPS અધિકારીઓ સહિત કુલ-1786 અધિકારીઓ જવાનો ખડેપગે બંદોબસ્તમાં હાજર રહેશે
રાજકોટ શહેર ખાતે નીકળનાર રથયાત્રા અને ધાર્મીક સરઘસો શાંતિ પુર્ણ અને કોમી એખલાશ ભર્યા વાતાવરણમાં યોજાય તે માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ધ્વારા કોમી એકતા માટે ધાર્મીક આગેવાનો સાથે મીટીંગ કરવામાં આવેલ છે