ત્રંબાની શાળાના બાળકોના સ્થળાંતર સામે ઉઠયો વિરોધ
સમિતિની બેઠકમાં ધો. ૮ માં વર્ગ વધારાની મંજુરી સહીતના લેવાયા નિર્ણયો
રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમીતીની બેઠક સમીતીના અધ્યક્ષ અલ્પાબેન તોગડીયાની અધ્યક્ષતામાં અને શિક્ષણાધીકારી દિક્ષિત પટેલની હાજરીમાં મળેલ હતી. જેમાં નવા શૈક્ષણીક સત્ર બાબતે ચર્ચા થયેલ હતી. અમુક ગ્રામીણ શાળાઓમાં ધો.૮ના વર્ગને મંજુરી આપવાનો ઠરાવ કરી શિક્ષણ નિયામકને મોકલવાનું નક્કી થયું હતું. પંચાયત હસ્તકની ૮૫૦ શાળાઓ (પ્રાથમીક) માં કુલ ૫૦૦ જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે તેની ચર્ચા કરવામાં આવેલ હતી. સરકારે જાહેર કરેલ નવી ભરતીમાં રાજકોટ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી થવાની આશા છે.
શિક્ષણાધીકારીએ આગામી દિવસોમાં શાળાઓમાં શિસ્ત, હાજરી અને શિક્ષણની ગુણવતા વધારવા કડક કાર્યવાહીનો નિર્દેષ આપ્યો હતો. ત્રંબા કસ્તુરબાધામમાં કુમાર શાળાનું મકાન જર્જરિત થઇ જતા તેને તોડી પાડવામાં આવેલ હતું. હાલ ગામની બન્ને શાળાના વિદ્યાર્થીઓ એક જ શાળામાં ભણે છે જેના કારણે ગીચતા થઇ જાય છે. જિલ્લા પંચાયતને શાળાની નવી ઇમારત તૈયાર ન થાય ત્યાં સુધી ૧રપ વિદ્યાર્થીઓને વાહનની સુવિધા સાથે બાજુના ગામની શાળામાં ખસેડવા નિર્ણય કરેલ હતો. આ નિર્ણયના અમલ સામે વાલીઓએ અસહમતી દર્શાવતા પંચાયતના સત્તાધીશો મામલો થાળે પાડવા મથામણ કરી રહ્યું છે.
ત્રંબાની એક-બે સંસ્થાઓએ પોતાના મકાનમાં વિદ્યાર્થીઓને બેસવાની સુવિધા આપવાની ના પાડી દીધાનું જાણવા મળે છે. અલ્પાબેન તોગડીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારની કેબીનેટ બેઠકમાં ૨૪૭૦૦ શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં આવેલ છે. તે ખુબ સરસ નિર્ણય છે. આ નિર્ણયથી બાળકોના શિક્ષણમાં ખુબ જ મોટી ઉન્નતી આવશે આજનું બાળકએ આવતીકાલનું ભવિષ્ય છે તેણીએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ ગુજરાત, રાજયના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિડોરનો આભાર વ્યકત કરેલ હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog