પડધરીના સરપદડ ગામે ડોન્ડી નદીના પટ પર દબાણકર્તાઓ દ્વારા ખડકી દેવાયુ બિનકાયદેસર બાંધકામ !?
પ્રભાવશાળી અને રાજકીય વગ ધરાવતા સ્થાનિક લોકો દ્વારા પોતાના અંગત હિત માટે માનવ જીવનનો કુદરતી સ્ત્રોત કહી શકાય એવી આ નદી પર દબાણ કરી મોટામાં મોટો શેડ ઊભો કરાયો
બિન કાયદેસર બાંધકામમાં ધમધતો ડેરી, કરિયાણું, વેલ્ડિંગ વર્ક્સ, દવાખાનું વિગેરે વ્યવસાય
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામે ડોન્ડી નદીના પટ ઉપર પ્રભાવશાળી અને રાજકીય વગ ધરાવતા સ્થાનિક લોકો દ્વારા પોતાના અંગત હિત માટે માનવ જીવનનો કુદરતી સ્ત્રોત કહી શકાય એવી આ નદી પર ગેરકાયદેસર દબાણ કરી મોટામાં મોટો શેડ બનાવી તેમાં ખોડિયાર, ડેરી, કરિયાણું, વેલ્ડિંગ વર્ક્સ, દવાખાનું વગેરે ચલાવવામાં આવી રહેલ છે અને કુદરતિ સ્ત્રોત એવી નદીના પટ પર અડિંગો જમાવી લાખો રૂપિયાનો સરકારની જાણ બહાર વેપલો કરવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. શું આમા તંત્રની કેટલી મિલીભગત છે ? લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. દબાણદાર અને પંચાયતના જવાબદાર સરપંચ અને સભ્ય જવાબદારો સામે તપાસની માંગ ઉઠી છે.