સમિતિની બેઠકમાં ક્યારે ચાર્જ લેશે તે અંગે લેવાશે નિર્ણય !?
રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના ચાર્જ માંથી ડો. આર.એસ. ત્રિવેદીને છુટા કરાયા બાદ તેમના સ્થાને ડો. મોનાલી માકડિયાને તબીબી અધિક્ષકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બુધવારે આરોગ્ય વિભાગ માંથી ઓર્ડર થયા બાદ ડો. મોનાલી માકડિયાએ ચાર્જ ન સંભાળતા ઘણાં પ્રશ્નો ઉઠ્યા છે. ડો. મોનાલી માકડિયાએ જણાવ્યું હતું કે હજુ સુધી રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ સંભાળ્યો નથી. તેઓ સમિતિ સાથે બેઠક કરશે. અને બાદ ચાર્જ સાંભળવાનો નિર્ણય લેશે. ત્યારે ડો. આર.એસ. ત્રિવેદીએ પણ હજુ સુધી ચાર્જ છોડ્યો નથી ત્યારે સિવિલ હોસ્પિટલમાં અનેક ચર્ચાએ જોર પકડયું છે. ગત 3 જુલાઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડો.આર.એસ. ત્રિવેદી પાસેથી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકનો ચાર્જ ઝુંટવી લીધો હતો. ત્યાર બાદ ડો. મોનાલી માકડિયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. પણ હજુ સુધી તેને ચાર્જ સંભાળ્યો નથી. આ પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
ગત 3 જુલાઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડો.આર.એસ. ત્રિવેદી પાસેથી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકનો ચાર્જ ઝુંટવી લીધો હતો. ત્યાર બાદ ડો. મોનાલી માકડિયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog