સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ગત તારીખ 29 /6 /2024 ના રોજ મોંઘીબા ગર્લ્સ સ્કૂલ વિરપુરમાં તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં શાળાના ટ્રસ્ટીશ્રી કીર્તિબેન ચાંદ્રાણી, રાજકોટ જિલ્લાના આચાર્ય સંઘના પ્રમુખ વી.ડી.નૈયા સાહેબ, તેમજ આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય આશાબેન તથા પ્રાઇમરી શાળાના આચાર્ય નિકિતાબેન, તેમજ શાળાના પ્રિન્સિપાલ સ્વાતિબેન દેવમુરારી તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા
પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું,તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે 2022 થી 2024 સુધીના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ કે જેમણે વાર્ષિક પરીક્ષામાં પાસ થઈને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તાલુકા,જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનોને શીલ્ડ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું આ તકે પધારેલ વાલી ગણમાંથી પણ પ્રવચન કરી શાળાના સ્ટાફને બિરદાવવામાં આવ્યો હતો,આવનારા વર્ષ માટે વિદ્યાર્થી બહેનોનો ઉત્કર્ષ થાય તે માટે શાળાના શિક્ષકો અને વાલી ગણ વચ્ચે ચર્ચાનો સેતુ રચાયો હતો. આ તકે શાળાના આચાર્ય સ્વાતિબેન દેવમુરારીએ વિદ્યાર્થીનીઓના વિકાસ માટે શાળાની અને વાલીઓની શું ભૂમિકા હોવી જોઈએ? તે અંગે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું, આ કાર્યક્રમની અંતે આભાર વિધિ અશ્વિનભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવી હતી.
ગૌરવ ગાજીપરા – વીરપુર