ઝટકારૂપ કાર્યવાહીમાં ગુજરાત રેરા દ્વારા ૧૦૦૦ થી વધુ રીઅલ એસ્ટેટ પ્રોજેકટ સંલગ્ન બેંક ખાતાઓ ફ્રિઝ સ્થગીત કરી નાખ્યા છે. નિયમનોનો ભંગ કરવા બદલ આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.૧૦૦૦ થી વધુ પ્રોજેકટોનાં બિલ્ડરોએ પ્રોજેકટ સંબંધી ત્રિમાસીક રીપોર્ટ આપ્યો ન હતો કે કમ્પલીશન પ્રક્રિયાનું અપડેટ દર્શાવ્યુ ન હતું અથવા તો સમય મર્યાદામાં વધારો માંગતી અરજી કરી હતી. ગુજ રેશના આ આકરા કદમથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોનાં પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરો બાકીના યુનિટોનું વેચાણ કે તેની વિજ્ઞાપન-પ્રચાર નહિં કરી શકે એટલુ જ નહિં પ્રોજેકટ પર ધિરાણ પણ નહીં મેળવી શકે. ગુજરેરાનાં એક સીનીયર અધિકારીએ નામ નહિં દેવાની શરતે એમ જણાવ્યું હતું કે રેરા દ્વારા નિયત કરાયેલા પ્રોજેકટ કમ્પલીશનના નિયમોનું બિલ્ડરોએ પાલન કરવાનું હોય છે.
રજીસ્ટ્રેશન વખતે દર્શાવાયા પ્રમાણી પ્રોજેકટ કમ્પલીશનની વિગતો અપડેટ કરવાની હોય છે. નિયમ સમય મર્યાદામાં બિલ્ડરે પ્રોજેકટ પૂર્ણ કર્યો ન હોય તો મુદત વધારો માંગવા-મેળવવાનો હોય છે. ગુજરેરાનાં ધ્યાનમાં એવુ આવ્યું હતું કે ૧૦૦૦ થી વધુ પ્રોજેકટોનાં બિલ્ડરોએ નિયમોનું પાલન કર્યું નથી. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા શહેરોનાં સહિતના પ્રોજેકટ સામેલ પ્રોજેકટ પૂર્ણ કરવા વધુ સમય પણ માંગવામાં આવ્યો નથી. જેને પગલે આ તમામ પ્રોજેકટોનાં રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યા છે. આવેલા ગુજરેરાનાં નિશાને આ પ્રોજેકટો પૈકીનાં મોટાભાગનાં ૨૦૧૮- ૧૯ માં લોંચ થયા હતા અને ચાલુ વર્ષે ૨૦૨૪ ના જુન સુણીમાં પૂર્ણ કરવાનાં હતા. ગુજરેરા દ્વારા આ તમામ પ્રોજેકટોની વિગતો સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીને પણ આપી દીધી છે અને દરેક પ્રોજેકટનાં રેરા રજીસ્ટર્ડ બેંક ખાતા સ્થગીત કરવા સુચવ્યુ છે.
આ પ્રક્રિયાનો અર્થ એવો થાય છે કે બેંક ખાતા સ્થગીત થવાથી બિલ્ડરો રજીસ્ટર્ડ બેંક ખાતામાં નાણાં નહીં મેળવી શકે. પરીણામે પ્રોજેક્ટનાં બાકી યુનિટોનું વેંચાણ નહિં કરી શકે. આ ઉપરાંત તેઓનું રેશ રજીસ્ટ્રેશન પણ રદ થઈ જવાના સંજોગોમાં તેઓ વિજ્ઞાપન-પ્રચાર પણ નહિં કરી શકે. રસપ્રદ બાબત એ છે કે ૧૦૦૦ થી વધુના આ પ્રોજેકટો પૈકી ઘણા ખરા પુરા પણ થઈ ગયા છે અને ઘણા અંશે ગ્રાહકોને કબ્જો પણ સોંપી દેવાયો છે. છતાં મોટાભાગનાં કિસ્સામાં કમ્પલીશન સર્ટીફીકેટની પ્રક્રિયા પેન્ડીંગ છે. પરીણામે બિલ્ડરો ત્રિમાસીક રીપોર્ટનાં નિયમો અપડેટ કરી શક્યા નથી.તેવો દાવો બિલ્ડર લોબીનાં સુત્રોએ કર્યો છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog