રાજકોટ વિભાગ-10નાં ઈન્ચાર્જ જે.સી. એચ.કે. સ્વામીને બઢતી સાથે ગાંધીધામ મુકાયા : સ્વામીની જગ્યાએ એચ.એન. જલુની જે.સી. તરીકે કરાઈ નિયુક્તિ
રાજયનાં જી.એસ.ટી. વિભાગમાં લાંબા સમય બાદ વર્ગ-1 અને 2નાં ઉચ્ચ અધિકારીઓની બઢતી અને બદલીનાં ઓર્ડરો નાણા વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતનાં કુલ 163 ઉચ્ચ અધિકારીઓની બઢતી-બદલીનાં ઓર્ડરો કરાયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જીએસટી વિભાગ-10માં સફળતા પૂર્વક ઈન્ચાર્જ જે.સી.ને ફરજ બજાવનાર એચ.કે. સ્વામીને બઢતી અપાઈ છે અને તેઓને ડી.સી.માંથી જે.સી. તરીકેની બઢતી આપી ગાંધીધામ ખાતે મૂકવામાં આવ્યા છે. જયારે, રાજકોટ વિભાગ-10 માં નવા જે.સી. તરીકેના રાજ્ય વેરા કમિશ્ર્નર (વિવાદ) રાજકોટ વિભાગ-10નાં એચ.એન.જલુની નિયુક્તિ કરવામાં આવી છે. જીએસટીનાં સૂત્રો માંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ રાજયનાં જે.સી. કક્ષાનાં કુલ 11 અધિકારીઓની બદલીનાં ઓર્ડરો કરાયા છે.
જયારે 8 ડી.સી. કક્ષાનાં અધિકારીઓને જે.સી.નાં પ્રમોશન સાથે બદલીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ડી.સી. કક્ષાનાં 18 અધિકારીઓની બદલી કરાઈ છે અને એ.સી. કક્ષાનાં 55 અધિકારીઓને એ.સી.માંથી 55 અધિકારીઓને એ.સી.માંથી ડી.સી. તરીકેનાં પ્રમોશન અપાયા છે.આ ઉપરાંત 81 સી.ટી.ઓ. કક્ષાનાં અધિકારીઓને પણ એ.સી. કક્ષાનાં અધિકારી તરીકે પ્રમોશન આપી બદલી કરવામાં આવી છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog