“દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા શહેર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં વધુ એક સેવાકીય પ્રકલ્પ યોજાશે
થેલેસેમિયા પીડિત ૧૩૦ બાળકોને સાયકલ અપાશે
રાજકોટ શહેરથી ૧૪ કિલોvમીટર દૂર ઢોલરા ગામમાં છેલ્લા ૨૭ વર્ષથી દેશ-વિદેશમાં જાણીતું સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ “દીકરાનું ઘર” કાર્યરત છે. સંસ્થા દ્વારા વડીલોની સેવા પ્રવૃત્તિ ઉપરાંત સમાજના સહયોગથી પ્રતિવર્ષ ૨૨ માં-બાપ વગરની દીકરીઓના લગ્ન વહાલુડીના વિવાહ, ગારડી એવોર્ડ, અનાજ-દવા સહાય, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન, સાહિત્યિક પ્રવૃત્તિઓ, વૃક્ષારોપણ સહિતની અનેકવિધ પ્રવૃતિઓ થઇ રહી છે. જે અંતર્ગત ૧૩૦ થેલેસેમિયા પીડિત બાળકોનો સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. થેલેસેમિયા લોહીનો વારસાગત રોગ છે. તમામ ધર્મ અને જ્ઞાતિમાં આ રોગ જોવા મળે છે. થેલેસેમિયા જીવલેણ રોગ છે અને સારવાર અતિ ખર્ચાળ છે અને મોંઘી છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મહિનામાં બેવાર નિયમિત લોહી ચડાવવું પડે છે, ઇન્જેક્શન-દવા લેવાના હોય છે. થેલેસેમિયા પીડિત બાળકોનું આયુષ્ય અલ્પ હોય છે થેલેસેમીક બાળકોનો સમગ્ર પરિવાર આર્થિક, સામાજીક, માનસિક રીતે ભાંગી ગયેલ હોય છે. રાજકોટ શહેર અને જીલ્લામાં ૮૦૦ થી વધુ થેલેસેમીક બાળકો છે, કુદરતે પણ જેમની સાથે અન્યાય કરેલ છે અને રક્ત જેમનો ખોરાક છે તેવા લોહીના વારસાગતરોગ થેલેસેમિનો ભોગ બનેલા થેલેસેમીક બાળકોના જીવનમાં આનંદનો ઉજાસ પાથરવાના શુભાશયથી શહેરના સફળ ઉદ્યોગપતિ બાન લેબ્સના ચેરમેન, ભગવાન દ્વારકાધીશની જેમના પર અસીમ કૃપા છે તેમજ શહેરની અસંખ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા જાણીતા દાતા મૌલેશભાઈ પટેલના સંપૂર્ણ આર્થિક સહયોગથી રૂપિયા પાંચ લાખના ખર્ચે બાળરાજાઓ રાજીના રેડ થઇ જાય તેવી સરસમજાની નવી સાયકલો ૧૩૦ થેલેસેમિયા પીડિત બાળકોને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ ૦૩/૦૭ બુધવારના રોજ સાંજના પાંચ વાગે શહેરના કાલાવડ રોડ પર આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં યોજવામાં આવેલ સાયકલ વિતરણ કાર્યક્રમમાં બાળકોને અર્પણ કરવામાં આવશે.
૧૩૦ થેલેસેમીક બાળકોને શહેરના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બાન લેબ્સના ચેરમેન મૌલેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ, જાણીતા બિલ્ડર જગદીશભાઈ ડોબરીયા, બિલ્ડર ગુણવંતભાઈ ભાદાણી, જૈન અગ્રણી જયેશભાઈ શાહ સોનમ ક્વાર્ટઝ, જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઈ પાબારી, જાણીતા બિલ્ડર જોલીભાઈ હાલાણી, સફળ ઉદ્યોગપતિ દર્શનભાઈ નંદાણી, યુવા ઉદ્યોગપતિ સુમંગલ કાસ્ટિંગના પ્રમીતભાઈ પટેલ, સાગર બાયોકેરના સંચાલક વિમલભાઈ પટેલ, બ્રહ્મસમાજના અગ્રણી બંકિમભાઈ મહેતા, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી સંજયભાઈ દવે, ગોલ્ડન સુપર માર્કેટના મહેન્દ્રભાઈ સોજીત્રા, સહિતના મહાનુભાવોના વરદ હસ્તે સાયકલ વિતરણ કરવામાં આવશે. સંસ્થા દ્વારા તમામ ૧૩૦ બાળકોને સાયકલ વિતરણ કાર્યક્રમની ટેલીફોનીક જાણ કરવામાં આવતા થેલેસેમિયા રોગનો ભોગ બનેલા નિર્દોષ બાળકો રાજીના રેડ થઈ ગયેલા તેમજ સંસ્થાની ઈશ્વરના દૂત સમા થેલેસેમીક બાળકોને નવી સાયકલ લઇ આપવાના આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્યને બિરદાવી થેલેસેમિક બાળકોનું જીવન નિરામય બની રહે વેદના હળવી થાય તેવા આશીર્વાદ વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો તેમજ ધર્માચાર્યોએ પાઠવેલ છે.
અત્રે ઉલેખનીય છે કે “દીકરાનુંઘર” વૃદ્ધાશ્રમ દ્વારા આઠ વર્ષ પહેલા ૧૦૦ થેલેસેમિક બાળકોને સાયકલ ભેટ આપવામાં આવેલ, તેમજ ૨૦૧૬ નું વર્ષ થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન તરીકે ઉજવવામાં આવેલ. રક્ત જેમનો ખોરાક છે તેવા આ બાળકો માટે રક્તદાન શિબિર યોજવામાં આવે છે તેમજ ગુજરાત સરકારમાં સફળ રજૂઆત કરીને રાજ્યભરના થેલેસેમીક બાળકોને એસ.ટી. બસમાં વિના મુલ્યે મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવેલ તેમજ ભવિષ્યમાં નવા થેલેસેમિક બાળકો જન્મે નહિ તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કોલેજમાં એડમિશન લેતા તમામ છાત્રોના થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત કરવામાં આવે તેવી સફળ રજૂઆત પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ.
આ ગરિમા પૂર્ણ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, નીદતભાઈ બારોટ, વલ્લભભાઈ સતાણી, ધીરૂભાઈ રોકડ, વસંતભાઈ ગદેશા, કીરીટભાઈ પટેલ, હરેશભાઈ પરસાણા, સુનિલભાઈ મહેતા, ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, રાકેશભાઈ ભાલાળા, હરેનભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠક્કર, અશ્વિનભાઈ પટેલ, પ્રવીણભાઈ હાપલીયા, દીપકભાઈ જલુ, ઘનશ્યામભાઈ રાચ્છ, જયેશભાઈ સોરઠીયા, ધર્મેશભાઈ જીવાણી, ડો. મયંકભાઈ ઠક્કર, પ્રગ્નેશભાઈ પટેલ, ડો. શૈલેષભાઈ જાની વગેરે ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના સ્થાપક અને શહેર ભા.જ.૫ ના અધ્યક્ષ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, સુનિલ વોરા, કિરીટ આદ્રોજા, નલિન તન્ના, હસુભાઈ રાચ્છ, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, દોલતભાઈ ગદેશા જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ જોષી, જીતુભાઈ ગાંધી, શૈલેષ દવે, જીજ્ઞેશ પુરોહિત, દક્ષીણભાઈ જોષી, નૈષધભાઈ વોરા, વિપુલભાઈ ભટ્ટ, પારસ મોદી, કામેબ માજી, મિહિર ગોંડલીયા વગેરે કાર્યરત છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog