કાલાવડ રોડ પર આવેલ પ્રમુખસ્વામી સભાગૃહમાં મંગલ પ્રભાતે 6 થી 8 દરમિયાન પ.પૂ. મહંતસ્વામી મહારાજના પ્રાત: પૂજા દર્શન માટે હરિભક્તોની ભીડ ઉમટી પડે છે. વહેલી સવારે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્રના ગ્રંથોનું આલેખન કરનાર અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીના જીવનને સૌ કોઈ પ્રત્યેક્ષ રૂપે નીહાળી શકે, તે માટે એમનું જીવનચરિત્ર લખી રહેલ સાધુતાએ યુક્ત સંત પૂ. આદશ જીવન સ્વામી પ્રગટ ચરિત્રામૃત વિષયક પ્રાત: કથામૃતનો લાભ આપી રહ્યા છે. પ.પૂ.મહંત સ્વામી મહારાજના પ્રાત: પૂજામાં સંગીતજ્ઞ હરિભક્તો કીર્તનગાન દ્વારા તેઓની કળાને પાવન કરી હતી અને નિર્દોષતાથી છલકતા એવા નાના બાળકોએ સત્સંગ દીક્ષાના શ્ર્લોકો, સાખીઓ, સ્વામીની વાતો, પ્રસંગોના મુખપાઠની રજૂઆત કરી હતી. પ.પૂ.મહંત સ્વામી મહારાજની સાથે સેવામાં રહેતા સેવક સંતો દ્વારા સ્વામીશ્રીના ગુણોને વ્યક્ત કરતા પ્રસંગો રજૂ થયા હતા. જેમાં પૂજ્ય સેવક સંતોએ જણાવ્યું હતું કે, ‘સ્વામીશ્રી દરેક ક્રિયામાં હંમેશા ભગવાનને યાદ કરે છે,
મૂર્તિમાં જાણે સાક્ષાત ભગવાન છે એવા જ ભાવ સાથે ભક્તિ કરે છે. સ્વામીશ્રી પર રોજના150 જેટલા પત્રો ભક્તો પોતાના પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરવા માટે મોકલે છે. અને 91 વર્ષની વયે પણ આ ભક્તોના પ્રશ્ર્નોેના સમાધાન સ્વામીશ્રી કરી આપે છે. ’સેવક સંતો એકહેલ ગુરુભક્તિના પ્રસંગો ઉપસ્થિત તમામ ભક્તોને એક સાચા શિષ્ય બનવાની પ્રેરણા આપી રહ્યા હતા. આજના દિને પોતાના ગુરુજીના વિશિષ્ટ પ્રસંગો સાંભળીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD