April 4, 2025 8:31 pm

રાજકોટમાં ચોમાસુ બેઠુ ત્યાં જ મનપાએ કરાવ્યો લોકોને ફરી ઉનાળા જેવો અહેસાસ

આજે વોર્ડ નં. 11-12 પાર્ટ, આવતીકાલે વોર્ડ નં.7, 14, 17 અને 18 પાર્ટમાં પાણી વિતરણ બંધ

રીબડાથી આવતી પાણીની જર્જરીત પાઇપલાઇનમાં સાત સ્થળે ભંગાણ : અવારનવાર બિસ્કીટની જેમ ભાંગતી પાઇપલાઇનો રાજકોટને પીવાનું 40 એમએલડી જેટલું પાણી પુરૂ પાડતી અને રીબડાથી આવતી ભાદર ડેમની પાણીની પાઇપલાઇન ફરી જર્જરીત બનતા સાત જગ્યાએ લીકેજ થયું છે. આ કારણે આવતીકાલ શુક્રવારે વાવડીના વોર્ડ નં. 11 અને 12 પાર્ટ તથા શનિવારે મધ્ય રાજકોટના વોર્ડ નં.7, 14, 17 અને 18 પાર્ટમાં પાણી વિતરણ બંધ રાખવા મનપાએ જાહેરાત કરી છે. ચોમાસુ શરૂ થતા જ ટેકનીકલ કારણોથી લોકોને ફરી પાણીના ધાંધીયાનો અનુભવ થયો છે. પરંતુ પાઇપલાઇન 6 થી 7 જગ્યાએથી લીકેજ હોય, પાણીનો બગાડ અટકાવવા રીપેરીંગ જરૂરી હોવાનું કોર્પો.એ જણાવ્યું છે. આમ છતાં થોડા મહિના પહેલા પણ આ જર્જરીત લાઇન રીપેરીંગ કરવામાં આવી હતી તે ઉલ્લેખનીય છે. આ જુની પાઇપલાઇન અવારનવાર લીક થતી હોય, કોર્પો. અને લોકો બંને હેરાન થઇ ગયા છે. ભાદર યોજના આધારીત ભાદર ડેમ થી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઈન ઘણીજ જૂની હોવાના કારણે અલગ અલગ સ્થળ પર લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોય, તા.28 શુક્રવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.11(પાર્ટ),12(પાર્ટ)) તથા તા.29 શનીવારનાં રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબરરોડના (વોર્ડ નં.7 પાર્ટ,14 પાર્ટ,17 પાર્ટ), નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.18(પાર્ટ)) તથા સ્વાતીપાર્ક હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.18(પાર્ટ)) માં પાણી વિતરણ બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે. તા. 28 શુક્રવાર વાવડી હેડવર્કસ આધારિત વિસ્તારો :
વોર્ડ નં. 11-પાર્ટ, અંબિકાટાઉનશીપ-પાર્ટ, વોર્ડ નં. 12-પાર્ટ વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્નબ, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસા. તા. 29 શનિવાર ગુરુકુળ આધારિત ઢેબર રોડ સાઈડનાં આધારિત વિસ્તારો : વોર્ડ 7 -પાર્ટ ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે. વોર્ડ નં. 14 -પાર્ટ વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક. વોર્ડ નં. 17-પાર્ટ, નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ. નારાયણનગર આધારિત વિસ્તારો :

વોર્ડ નં. 18 પાટ ખોડીયારનગર, હીંગળાજનગર, હરીદ્વાર-1, હરીદ્વાર-2, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઇ પરા, શિવમ ખાડો, શીતળાધાર, રેઇલવે બોર્ડ ક્વાટર્સ, શુભમપાર્ક, સીતારામ સોસાયટી, સોલ્વંટ ક્વાટર્સ, સ્વાતીપાર્ક આધારિત વિસ્તારો : વોર્ડ નં. 18 પાર્ટ, ગુલાબનગર,સોમનાથ ઇંડસ્ટ્રીઝ, ઇશ્વરપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવપાર્ક, મંગલપાર્ક, રાધાપાર્ક, આદર્શપાર્ક, શ્યામપાર્ક, રામેશ્વર રેસીડેંસી, રેઇનબો રેસીડેંસી, જયપાર્ક, શિવ સાગરપાર્ક, સુરભી રેસીડેંસી, જયરામપાર્ક, મયુર પાર્ક, સિલ્વર રેસીડેંસી, ખોડલધામ, સુરભી રેસીડેંસી, શ્યામકિરણ સોસાયટી, આદર્શ ગ્રીન, આદર્શ શિવાલય, આદર્શ શિવાલય-2, શનપાર્ક, પ્રમુખરાજ સોસાયટી, ગધાધરપાર્ક, શિવ સાગર પાર્ક, શ્રી રામ વાટીકા, ગોલ્ડન રેસીડેંસી, સત્યમપાર્ક, સુંદરમપાર્ક, નવું રાધેશ્યામ પાર્ક, આસોપાલવ વાટીકા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE