સૌરાષ્ટ્રભરમાંથી આવેલા નિષ્ણાંત ડોકટરોએ પ્રેઝન્ટેશન આપ્યું
વિશ્વ પાંડુરોગ દિવસ પર એઇમ્સ હોસ્પિટલના ડર્મેટોલોજી (ત્વચારોગ) વિભાગ વેનેરિયોલોજી અને લેપ્રોલોજી વિભાગ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનાર આયોજનનો હેતુ શરીર પર સફેદ ડાઘ સર્જરી થકી કેવી રીતે મટાડી શકાય છે તે વિષય પર હતો. જેમાં એઇમ્સ હોસ્પિટલના એકઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો.ડો.કર્નલ સી.ડી.એચ. કટોચ માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી આવેલા (ત્વાચારોગો)ના એમ.ડી. ડોક્ટરો ફેકલ્ટી તેમજ સૌરાષ્ટ્રની વિવિધ મેડિકલ કોલેજમાંથી તાલીમાર્થીઓ અને ટ્રેઈની રેસિડન્ટ ડોક્ટરો જોડાયા હતા. એઇમ્સ હોસ્પિટલના ડી.એમ.એસ. અને ડર્મેટોલોજી વિભાગના વડા ડો.યશદીપ પઠાનીયા તેમજ તેમની ડર્મેટોલોજી વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સફેદ ડાઘ પર સર્જરી દ્વારા કેવીરીતે મટાડી શકાય તેમજ સફેદ ડાઘ (કોઢ) માં સર્જરી થકી ઈલાજને વધુ સફળતા બનાવવા માટે લાઈવ સર્જરી તેમજ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આવેલા ડોક્ટરો જેમાં સુરેન્દ્રનગર જામનગર અને અન્ય જીલ્લા તેમજ રાજકોટ શહેરમાંથી આવેલા ડોક્ટરોને સફળ સર્જરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ સેમિનારને સફળ બનાવવા વહીવટી તંત્ર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જયદેવસિંહ વાળા અને એનોટોમી વિભાગના વડા ડો.સિમ્મી મહેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD