સંતો અને વલસાડના યુવકોની 17 કલાકની મહેનત બાદ કલાત્મક પુષ્પોનો શણગાર તૈયાર કરાયો
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રવિવારની પ્રભાતે સૂર્યદેવના સોનેરી પ્રકાશથી તેમજ ગોંડલ અને કચ્છ ભુજથી પધારેલા હજારો ભક્તોથી વધુ શોભાયમાન બન્યું હતું. પ.પૂ.મહંત સ્વામી મહારાજની પ્રાત:પૂજામાં ગોંડલથી 10 સંતો અને 576 જેટલા ભક્તો પદયાત્રા કરીને રાજકોટ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા. ગોંડલથી પધારેલ બાળકો અને યુવાનોએ બેન્ડ દ્વારા, મંદિરના પ્રાંગણમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજ સમક્ષ પોતાની કળા પ્રસ્તુત કરી હતી. કચ્છ અને ભૂજથી પણ 425 જેટલા હરિભક્તો પ.પૂ.મહંત સ્વામી મહારાજના દર્શને પધાર્યા હતા. સ્વામીની પ્રાત: પૂજામાં કચ્છના ભક્તો દ્વારા શ્રી હરિના કચ્છના પ્રસંગો સાથે કચ્છી ભાષામાં કીર્તન ભક્તિ રજૂ કરવામાં આવી હતી. સાથે ગોંડલ અને ભુજ થી આવેલા હરિભક્તો દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ સાથે પ્રશ્નોતરી થઈ હતી. જેમાં પ.પૂ.મહંત સ્વામી મહારાજે સર્વે હરિભક્તોને સત્સંગ સાચો છે એ વિશ્ર્વાસ રાખીને દ્રઢતા રાખવી એવા આશીર્વચન પાઠવ્યા હતા.આજ રોજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની મૂર્તિના કલાત્મક પુષ્પોના શણગાર 17 કલાક સુધી મહેનત કરીને સંતો અને વલસાડનાયુવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. સંધ્યા રવિસભામાં 7500 હરિભક્તો સાથે મેઘવર્ષા પણ ‘સમર્પણ દિન’ને વધાવવા પધાર્યા હતા.રવિસભાની શરૂઆત મેઘનાસૂરો સાથે તાલ મિલાવતાં સંગીતજ્ઞ યુવાવૃંદ દ્વારા ધૂન, પ્રાર્થનાં અને સ્તુતિ દ્વારા થઈ અને પારાયણ પૂજન બાદ, વિચક્ષણ વિચારક એવા વક્તા સંત પૂ. આદર્શજીવન સ્વામીએ બલિરાજાના સમર્પણની ગાથા તેમજ અન્ય સમર્પિત ભક્તોના પ્રસંગો દ્વારા ભક્તોમાં સેવા સમર્પણની પ્રેરણા પાઠવી હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD