રાજયની પ૩૦૦૦ થી વધુ આંગણવાડીઓમાં બાળકોને અપાશે ગણવેશ : મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજયની ૫૩૦૦૦ થી વધુ આંગણવાડીઓના અંદાજીત ૧૫ લાખથી વધુ ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોના શિક્ષણ અંગે ખાસ ૧૦૦ ટકા રાજ્ય સરકારના ફાળાથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક સાધન-સામગ્રી આંગણવાડીમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ગુજરાત રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા શાળા પ્રવેશોત્સવ વખતે જ બાળકને શાળાએ આવવું ગમે અને શાળાના પગથીએથી જ ભાતૃભાવનાનો ગુણ વિકસે તેથી પ્રવેશ વખતે બાળકને ગણવેશ મળે તે બાબતે તત્પરતા દાખવી સમગ્ર રાજયમાં આંગણવાડીઓમાં ગણવેશ વિતરણ કરવા જણાવ્યું હતું. જે અન્વયે ૩ થી ૬ વર્ષના બાળકોના યુનિફોર્મ માટે રાજ્ય સરકાર દ્વારા રાજયના નવા અંદાજિત ૨.૫૦ લાખ બાળકોના પ્રવેશ સહિત અંદાજે ૧૫ લાખ ઉપરાંત બાળકોને શાળા પ્રવેશોત્સવ દરમ્યાન સમગ્ર રાજયની આંગણવાડીઓના બાળકોને રાજયના મંત્રીશ્રીઓ, મહાનુભાવો તેમજ રાજયના અધિકારીઓ મારફત વિતરણ કરવામાં આવનાર છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તા.૨૬ જુનથી ૨૮ સુધીના શાળા પ્રવેશોત્સવની નર્મદા જિલ્લામાં ઉજવણી કરવાના છે અને પ્રવેશોત્સવ દરમ્યાન નર્મદા જિલ્લાની આંગણવાડીના બાળકોને પ્રવેશની સાથે ગણવેશનું વિતરણ કરવામાં આવશે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE